કંગનાના થઈ જયા બચ્ચન પર ખારી ને કહી દીધી બોલિવૂડની આ કાળી હકીકતની સચ્ચાઈ

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ડ્રગ્સ એન્ગલનો ખુલાસો થયો બાદ બોલિવૂડ બે જૂથમાં વહેંચાઇ ગયું છે. આ સ્થિતિમાં ડ્રગ્સનો મામલો સંસદ સુધી પહોંચ્યો છે. તેની શરૂઆત રવિ કિશનથી થઇ હતી. ત્યારબાદ સાંસદ જયા બચ્ચને પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, જે થાળીમાં ખાધું તેમાં જ છેદ કરવો યોગ્ય નથી. હવે તેમને આ નિવેદન પર કંગના રનૌતે પણ નિશાન સાધ્યું છે.


કંગનાએ રીટ્વીટ કરી યુઝર્સની પોસ્ટઃ એક યુઝરે જયા બચ્ચનની ફોટો શેર કરીને તેમની થાળીના નિવેદન પર નિશાન સાધતાં લખ્યું કે, જયાજી પાંચ પરિવારના જૂઠનને આપ આખી ઇન્ડસ્ટ્રીની થાળી સમજી બેઠા. ? કંગનાએ તો ખુદની થાળી પીરસી અને પોતાની થાળી પર જ દાવો કરતા અન્યની થાળીઓ પણ સાફ કરે છે, તો સમસ્યા શું છે?

કંગનાએ યુઝર્સની આ પોસ્ટ પર જ રીટ્વીટ કરતા લખ્યું હતું, “કઇ થાળી આપી છે જયાજી અને તેમની ઇન્ડસ્ટ્રીએ? એક થાળી મળી હતી. તેમાં પણ બે મિનિટનો રોલ અને આઇટમ નમ્બર્સ અને એક રોમેન્ટીક સીન એ પણ હિરો સાથે સૂતા બાદ. મેં આ ઇન્ડસ્ટ્રીને ફેમિનિઝ્મ સીખવાડ્યું. થાળી દેશભક્તિ, નારીપ્રધાન ફિલ્મથી સજાવી. આ મારી પોતાની થાળી છે. જયાજી તમારી નથી”

જ્યા બચ્ચને કહ્યું. ‘જે થાળીમાં જમીએ તેમાં જ છેદ કરવું યોગ્ય નહીં’: જયા બચ્ચને રાજ્યસભામાં જણાવ્યું હતું કે જે લોકોને ઇન્ડસ્ટ્રીએ નામ આપ્યું. તે તેમને જ બદનામ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે જે થાળીમાં ખાઓ છો તેનું ક્યારેય ખોદાય નહીં. આ યોગ્ય વાત નથી. ત્યારબાદ તેમના આ નિવેદનનો જડબાતોડ જવાબ આપતા કંગનાએ ટ્વીટ કર્યું હતું અને લખ્યું કે જો તેમના સંતાનનું ઇન્ડસ્ટ્રીમાં ઉત્પીડન થાય તો શું તે આવું નિવેદન આપત?