Only Gujarat

National

આ જગ્યાએ કબૂતરોના નામે છે કરોડો રૂપિયાની સંપત્તી, જાણો કેમ

કરોડપતિ કબૂતર સાંભળવામાં નવાઈ લાગે તેવું છે, પણ આવું હકીકતમાં છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાના જસનગર ગામમાં આ કબૂતરોના નામે કરોડો રૂપિયાની સંપત્તી છે. જેમાં દુકાન, કેટલાય વીઘા જમીન અને રોકડા રૂપિયા પણ છે. કબૂતરના નામે 27 દુકાનો, 126 વીઘા જમીન અને બેન્ક ખાતામાં લગભગ 30 લાખ રૂપિયા રોકડા છે. એટલું જ નહીં કબૂતરોની 10 વીઘા જમીન પર 470 ગાયની ગૌશાળા પણ સંચાલિત કરવામાં આવી રહી છે.

40 વર્ષ પહેલાં પૂર્વ સરપંચ રામદીન ચોટિયાના આદેશ અને તેમના ગુરુ મરુધર કેસરીથી પ્રેરણા લઈ ગ્રામીણોના સહયોગથી ઉદ્યોગપતિ સ્વર્ગીય સજ્જનરાજ જૈન અને પ્રભુસિંહ રાજપુરોહિત દ્વારા કબૂતરોના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ભામાશાએ કબૂતરોના સંરક્ષણ અને નિયમિત દાણા-પાણીની વ્યવસ્થા માટે ટ્રસ્ટના માધ્યમથી ગામમાં 27 દુકાનો બનાવડાવી અને તેમને કબૂતરોના નામે કરી દીધા હતાં. હવે આ કમાણીથી ટ્રસ્ટ લગભગ 30 વર્ષથી રોજ 3 થેલી અનાજ આપી રહ્યું છે.

ટ્રસ્ટના સચિવ પ્રભુસિંહ રાજપુરોહિતે જણાવ્યું કે, ગામમાં ઘણાં ભામાશાઓએ કબૂતરના સંરક્ષણ માટે દિલથી દાન કર્યું હતું. આજે પણ દાણા આપતાં રહે છે. તે દાણાના રૂપિયાનો સાચો ઉપયોગ થાય અને ક્યારેય કબૂતરોના દાણા-પાણીમાં કોઈ મુશ્કેલી ના આવે. એટલે ગ્રામિણો અને ટ્રસ્ટના લોકોએ મળીને દુકાનો બનાવી હતી. આજે આ દુકાનમાંથી લગભગ 9 લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે. જે કબૂતરોના દાણા-પાણી માટે ખર્ચ કરવામાં આવે છે.

કબૂતરના ટ્રસ્ટ દ્વારા રોજના લગભગ ચાર હજાર રૂપિયાની 3 થેલી ધાનની વ્યવસ્થા કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળામાં જરૂર પડ્યે 470 ગાયોના ચારા-પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. દુકાનોમાંથી મહિને કુલ 80 હજાર રૂપિયાની ભાડાની આવક મળે છે. લગભગ 126 વીઘા કૃષિ જમીન અચલ સંપત્તિ છે. કમાણીથી કબૂતરોના સંરક્ષણમાં ખર્ચ થયા પછી બચત ગ્રામની એક બેન્કમાં જમા કરાવી દેવામાં આવે છે. જે આજે 30 લાખ રૂપિયાની નજીક છે.

You cannot copy content of this page