આજે મંગળવારે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો ઉપર શ્રીહનુમાનજી ની કૃપા રહેશે, વાંચો આજનું રાશિફળ

રાશિફળ: 15-09-2020: આજે મંગળવારે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો ઉપર શ્રીહનુમાનજી ની કૃપા રહેશે!

 • મેષઃ આપના મહેનતનું મધુર ફળ ચાખવા મળશે, અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, વિરોધી સામે પ્રગતિ થતી જણાય, સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, ઉતાવળિયો નિર્ણય લેવો હિતાવહ નથી.
 • કાર્યક્ષેત્ર: રોજીંદી કાર્યશૈલીમાં બદલાવ લાવવાનું મન થાય તેમજ કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય.
 • પરિવાર: અંગત જીવનમાં સામાન્ય મતભેદ સર્જાતા જણાય અને જૂના મિત્રોને મળવાનું સંભવ બને,
 • નાણાકીય: આર્થિક ગુંચવણનું નિરાકરણ જણાય તેમજ નાણાકીય રોકાણ સાચવીને કરવુ.
 • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસના લક્ષ્યો પાર પાડવા વધારે મહેનત કરાવી પડે.
 • સ્વાસ્થ્ય: દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
 • આજનો મંત્ર: ॐ हनुमते नमः

 • વૃષભઃ કોઈ નવી સમસ્યાનો ઉદ્દભવ થઈ શકે છે, કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલાં અનુભવીની સલાહ લેવી હિતાવહ રહેશે, જૂના વિવાદ સમાપ્ત થાય, પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહીં, રાજકીય ક્ષેત્રે સફળતા જણાય.
 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે, કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની શક્યતા.
 • પરિવાર: ગૃહ જીવનમાં ગેરસમજ મનદુઃખ ટાળવા,
 • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, આર્થિક મોકળાસ દુર થતી જણાય,
 • વિદ્યાર્થી વર્ગ: મનપસંદ વિષયોમાં વધુ ઊંડા ઉતારાય.
 • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવુ.
 • આજનો મંત્ર: ॐ श्रीप्रदाय नमः

 • મિથુનઃ પોતાની યોજનાઓ ને ગુપ્ત રાખવી, કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ, વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, દિવસભર સામાન્ય માનસિક તણાવ અનુભવાય.
 • કાર્યક્ષેત્ર: કાર્યની બધી જ જવાબદારી પોતાના ઉપર લેવી હિતાવહ નથી, નવા કાર્યનો શુભારંભ સંભવ બને.
 • પરિવાર: દાંપત્ય જીવનમાં મતભેદ ઊભા થતા જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
 • નાણાકીય: મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી તેમજ જમીન-મકાન લે વેચ માં ધ્યાન રાખવું.
 • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ એ મહેનત વધુ કરવી પડે.
 • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
 • આજનો મંત્ર: ॐ वायुपुत्राय नमः

 • કર્કઃ મોસાળ પક્ષથી લાભ સંભવઆપે બાંધેલી પાળથી મુશ્કેલી દુર થતી જણાય, યાત્રા – પ્રવાસનું આયોજન સંભવ, સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ પુનઃ માથું ઉચકાતી જણાય, આનંદ-મનોરંજનમાં દિવસ પસાર થતો જણાય.
 • કાર્યક્ષેત્ર: આપના કાર્ય-વિચારથી બીજાને પ્રાત્સાહિત કરવામાં સફળ થશો, ઉતાવળિયું પગલું ભરવું નહિ.
 • પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે, સામાજિક અને પારિવારિક કાર્યો પુરા થાય.
 • નાણાકીય: આર્થિક વિવાદ ટાળવો તેમજ ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ,
 • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવુ હિતાવહ.
 • આજનો મંત્ર: ॐ रुद्राय नमः

 • સિંહઃ પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી, યોગ્ય આયોજન અને સાહસ થી આપ સફળતા નો સ્વાદ ચાખી શકશો, ખોટી દલીલબાજી કરી સમય વેડફવો નહિ, સાંજના સમયમાં સાનુકુળતા જણાય, દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.
 • કાર્યક્ષેત્ર: નવી તકોનું નિર્માણ જણાય.
 • પરિવાર: વડીલની મદદ ઉપયોગી નીવડે, અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય.
 • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તેમજ જમીન સંબંધી કાર્યમાં સાનુકુળતા જણાય.
 • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવની અનુભૂતિ થાય.
 • આજનો મંત્ર: ॐ कपये नमः

 • કન્યાઃ ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ, અણધારી તક પ્રાપ્ત થતી જણાય, દિનચર્યામાં બદલાવ જરૂરી જણાય, ટેકનીકલ ક્ષેત્રના લોકો માટે શ્રેષ્ઠ દિવસ જણાય તેમજ આજે દિવસભર સ્ફુર્તિનું પ્રમાણ સારું જણાય.
 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય, આપના વ્યવહારથી બીજા નિરાશ ના થાય તેનું ધ્યાન રાખવુ.
 • પરિવાર: જૂના સંબંધ ફરી થી તાજા થતા જણાય, આપના અંગત પ્રશ્નોને કારણે મુંઝવણોમાં વધારો થતો જોવા મળે.
 • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, મન માં ઘડેલી યોજનાઓને અમલ માં મૂકી શકાશે.
 • વિદ્યાર્થી વર્ગ: નવસર્જનના વિચારો આવે.
 • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
 • આજનો મંત્ર: ॐ सद्योजाताय नमः

 • તુલાઃ નવા સાહસો વિચારીને કરવા, મનની બેચેની દુર થતી જણાય, કોઈ સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ બને, મતભેદ ટાળવા, યાત્રા-પ્રવાસ ના કરવા હિતાવહ, પ્રયત્ન સફળ થતા જણાય, દિવસભર આળસ અને થાક અનુભવાય.
 • કાર્યક્ષેત્ર: કૌટુંબિક કાર્ય સફળ થતા જણાય, જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં ભરશો.
 • પરિવાર: મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે.
 • નાણાકીય: આર્થિક મુશ્કેલીમાંથી રાહત મળતી જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: તમારા કરેલા પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
 • સ્વાસ્થ્ય: આરોગ્યઅંગે સાનુકુળતા જણાય.
 • આજનો મંત્ર: ॐ कामगतये नमः

 • વૃશ્રિકઃ પોતાના મનની વાત મૂકવામાં સંકોચ ના કરવો, મહત્વ ના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ ચાખવા મળે, દિવસ ધીરજતાપૂર્વક પસાર કરવો, વિચારોને પોઝેટીવ રાખવા, બાંધેલી પાળથી મુશ્કેલી દુર થતી જણાય, ધર્મ કાર્ય સંભવ.
 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ બને તેમજ વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો.
 • પરિવાર: પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે, પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય.
 • નાણાકીય: ર્થિક સ્રોતમાં વધારો થતો જણાય તેમજ પ્રગતિકારક તક મળતી જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: નેગેટીવ વિચારોથી દુર રહેવું.
 • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા કોઈપણ લખાણની અવગણના ના કરવી.
 • આજનો મંત્ર: ॐ यशस्कराय नमः

 • ધનઃ ચિંતાના વાદળો ઘેરાતા જણાય, આપની ભાવનાઓ ઉપર કાબુ રાખવો, મનની મુરાદો પૂરી થતી જણાય, વિચારો સકારાત્મક રાખવા, મનની ચિંતા હળવી થતી જણાય, પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જોવા મળે.
 • કાર્યક્ષેત્ર: કૌટુંબિક તણાવનો અંત જણાય, કોઈ અવિચારી નિર્ણય આપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
 • પરિવાર: લુપ્ત થયેલા સંબંધો ફરીથી તાજા થાય.
 • નાણાકીય: સંપત્તિ અંગેના પ્રશ્નો માં સાનુકુળતા જણાય, વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ.
 • વિદ્યાર્થી વર્ગ: તમારા લક્ષ્યો મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે.
 • સ્વાસ્થ્ય: આરોગ્ય કાળજીમાંગી લેતું જણાય.
 • આજનો મંત્ર: ॐ श्रीमते नमः

 • મકરઃ સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય, ભવિષ્યની યોજનાનું આયોજન સંભવ બને, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ, કૌટુંબિક મતભેદ ટાળવા, પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે.
 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બઢતી બદલી સંભવ, કાર્યબોજ થી મનોભાર રહેતો જણાય.
 • પરિવાર: સામાજિક માન સમ્માન વધે, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.
 • નાણાકીય: આર્થિક માર્ગમાં ખાતર પર દીવેલ થતું જણાય,
 • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે મધ્યમ જણાય.
 • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાચવવું.
 • આજનો મંત્ર: ॐ अङ्गदप्रियाय नमः

 

 • કુંભઃ આજે આપના વિશરાયેલા સંબંધો ફરી થી તાજા થતા જણાય, બીજા પ્રત્યે આદરભાવ રાખવો, સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય, સમજી વિચારીને નિર્ણય લેવો તેમજ માનસિક ચિંતા દુર થતી જણાય.
 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રશંસા મળી રહે, કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે.
 • પરિવાર: વડીલો તરફથી પડતર પ્રશ્નો નું નિરાકરણ જણાય, નવા આર્થિક સ્ત્રોતોનું નિર્માણ સંભવ.
 • નાણાકીય: નાણાકીય વ્યવહારો સાચવીને કરવા હિતાવહ જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
 • વિદ્યાર્થી વર્ગ: નવી કળા માં આગળ વધાય.
 • સ્વાસ્થ્ય: સ્વાસ્થ અંગે ની ચિંતા આપને બેચેન કરી શકે છે.
 • આજનો મંત્ર: ॐ श्रिताय नमः

 

 • મીનઃ મહત્ત્વના વ્યક્તિનો પરિચય થાય, માંગલિક કાર્યો આગળ વધે, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય, અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, નકામી વાતોમાં સમય વધારે પસાર કરવો નહીં.
 • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય અને અગત્યનાં કામોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
 • પરિવાર: પારિવારિક સુખ ઉત્તમ જણાય, ભાઈ-ભાંડુઓ સાથેના વિખવાદથી દૂર રહેવું.
 • નાણાકીય: વાહન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ સંભવ, આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય.
 • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનું ફળ મળતું જણાય.
 • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
 • આજનો મંત્ર: ॐ रुद्राय नमः