Only Gujarat

International TOP STORIES

ઓક્સફોર્ડની કોરોનાની રસી લેતા હજારોની સંખ્યામાં લોકો પડવા લાગ્યા ટપોટપ બીમાર

લંડનઃ દુનિયા આખી કોરોના સામે લડવાની તૈયારીમાં છે. દરેક દેશ આ વાયરસની રસી બનાવવામાં લાગ્યો છે. પરંતુ હજી પણ કોઈ દેશ તેની નજીક નથી પહોંચ્યો. જોકે કેટલાક દિવસો પહેલા રશિયાએ રસીને લઈ દાવો કર્યો હતો, પરંતુ અત્યાર સુધી તેનો કાંઈ ખાસ ફાયદો નથી દેખાયો. લોકોને સૌથી વધુ ઑક્સફોર્ડની રસીથી આશા હતી. લોકોને એવું લાગતું હતું કે આ વર્ષના અંત સુધીમાં આ રસી લોકો માટે ઉપલબ્ધ થઈ જશે, પરંતુ આ વચ્ચે વેક્સીનના ટ્રાયલના ત્રીજા તબક્કા પર રોક લગાવી દેવામાં આવી છે. કારણ છે, તેને જેના પર લગાવવામાં આવી તે વ્યક્તિ પર તેની થયેલી ખરાબ અસર. આ વેક્સીનને લગાવતા જ તાવ સહિતની ખરાબ અસર થઈ. હવે એ શખ્સ સામે આવ્યો છે, જેના પર આ રસીની નેગેટિવ અસર થઈ. શખ્સે ખુદ જણાવ્યું કે રસી લગાવ્યા બાદ તેના શરીર પર કેવી અસર થઈ.

ઑક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની રસી લગાવ્યાના 14 કલાકમાં જ તેને માથાનો દુખાવો અને તાવ જેવી સમસ્યાઓ થવા લાગી. 35 વર્ષના જેક સોમ્મેર્સને ઈન્જેક્શન બાદ શરીરમાં દુખાવો પણ થઈ રહ્યો છે. શખ્સ પર થયેલી આ અસર બાદ વેક્સીનના ટ્રાયલના ત્રીજા તબક્કા પર રોક લગાવી દેવામાં આવી છે. વૉલન્ટિયરે મેલઑનલાઈનને જણાવ્યું કે, તેણે સૌથી પહેલું ઈન્જેક્શન મે મહિનામાં લગાવ્યું હતું, તેમ છતાં તેની આડઅસર અનેક દિવસો સુધી રહી હતી.

બીજા એક વોલન્ટિયરે જણાવ્યું કે, તેને રાતના 2 વાગ્યે ઠંડી લાગતી હતી. સાથે જ તેનું તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ હતું. જો કે, તેણે પોતાની ઓળખ જાહેર નથી કરી. ઑક્સફોર્ડના આ ટ્રાયલમાં 18 હજાર લોકો સામેલ હતા. ઈન્જેક્શન લગાવ્યા બાદ તેમને નબળાઈ આવી ગઈ. તેઓ પોતાની જાતે ઉભા નહોતા રહી શકતા. પેરાસિટામોલ લીધા બાદ તેમને સારું લાગી રહ્યું હતું.

ઈન્જેક્શન લગાવ્યા બાદ તેમને સતત ઊંઘ આવી રહી હતી. તેઓ આખો દિવસ માત્ર સુતા જ હતા. સાથે જ માથાનો દુખાવો અને તાવ પણ હતો. આ વેક્સીનના કારણે ત્રીજા દિવસે પણ તેમના તાપમાનમાં ઘટાડો થયો પણ નબળાઈ ઓછી ના થઈ.

લગભગ અનેક વોલન્ટિયર્સમાં આ સમસ્યા જોવા મળી. જે બાદ ટ્રાયલના ત્રીજા ફેઝને અટકાવી દેવામાં આવ્યું છે. જો કે તેને સાવ બંધ નથી કરવામાં આવ્યું. હવે વિશેષજ્ઞો તેનું વિશ્લેષણ કરીને ટ્રાયલ ફરીથી શરૂ કરશે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે નવા ઈન્જેક્શનમાં આવી સમસ્યાઓ આવે છે. આ નવું નથી, પરંતું તેના પર ઑબ્ઝર્વેશન કરીને તેને ફરી શરૂ કરવામાં આવશે. પરંતુ આ અહેવાલ બાદ લોકોમાં નિરાશા છે. તેઓ ઈચ્છતા હતા રસી જલ્દી જ બનીને તૈયાર થઈ જાય. પરંતુ એવું હવે નહીં થઈ શકે. કદાચ હવે આ રસીને આવતા થોડો વધુ સમય લાગશે.

You cannot copy content of this page