Only Gujarat

Health

3 મહિનાની અંદર 42ની કમરને 28ની કરો, બસ આ સરળ ટિપ્સનો આજથી જ અમલ શરૂ કરો

અમદાવાદઃ દરેક વ્યક્તિ સારી દેખાવા માગે છે અને તે માટે સ્લિમ ટ્રિમ તથા મસ્ક્યૂલર બૉડી હોય તે જરૂરી છે. સુંદર તથા ટૉન્ડ બૉડી મેળવવું વધુ મુશ્કેલ નથી. બસ એ માટે મન મક્કમ હોવું જરૂરી છે. સ્ટ્રોંગ વીલ પાવર તથા પોતાના લક્ષ્યને હાંસિલ કરવાનું જૂનૂન હોવું જોઈએ. આજે અમે તમને કહીશું કે માત્ર ત્રણ મહિનામાં કેવી રીતે સ્લિમ એન્ડ ટ્રિમ થઈ શકાય.

કેલરી ઓછી કરોઃ સૌથી પહેલાં કેલરી ઓછી કરવાની જરૂર છે. આપણાં શરીરને કામ કરવા માટે કેલરીની જરૂર પડે છે. આ સાથે જ વજનને મેનટેન રાખવા માટે મેન્ટનન્સ કેલરી લેવી જરૂરી છે. વેટ લોસ કે ફેટ ઘટાડવા માટે મેન્ટનન્સ કેલરીથી ઓછી કેલરી લેવાની શરૂ કરો. દાખલા તરીકે જો તમારે દિવસની 2000 કેલરીની જરૂર છે તો તમારે 1700-1800 કેલરી જ લેવાની.

વર્કઆઉટ કરવુંઃ તમારે એક દિવસમાં કેટલી કેલરીની જરૂર છે, તે ખ્યાલ આવી જાય ત્યારબાદ વર્કઆઉટ કરવાનું હોય છે. તમે જીમ ગયા વગર ઘરે જ પુલઅપ્સ, તથા ફ્લોર એક્સરસાઈઝ કરી શકો છો.

ચાલવાનું ના ભૂલશોઃ વેટ લોસ જર્નીમાં સૌથી મહત્વનું કામ રોજ 10 હજાર પગલાં ચાલવાનું છે. એ એકદમ સિમ્પલ છે. 10 હજાર પગલાં ચાલવાથી રોજની 400-500 કેલરી બર્ન થાય છે.

નોન એક્સરસાઈઝ એક્ટિવિટી થર્મોજેનેસિસને અપનાવોઃ તમે નોન એક્સરસાઈઝ એક્ટિવિટી થર્મોજેનેસિસ અપનાવી શકો છો. એટલે કે તમે લિફ્ટને બદલી સીડીનો ઉપયોગ કરો. બહુ દૂર ના જવાનું હોય તો ચાલીને જ જાવ. ઘરના નાના નાના કામો જાતે કરવાન લાગો. જો ઓફિસ બહુ દૂર ના હોય તો અઠવાડિયે એક દિવસ સાયકલ પર જાવ. વધુ સમય બેઠાં ના રહો. દિવસમાં સ્ટ્રેચિંગ પણ કરો.

જો તમે નિયમિત રીતે ત્રણ મહિના સુધી આ સરળ સ્ટેપ્સ ફોલો કરો છો તો તમે નિશ્ચિત રીતે વજન ઘટાડી શકશો એ નક્કી છે.

You cannot copy content of this page