Only Gujarat

Bollywood

એક સમયે આવી દેખાતી હતી આ જાણીતી સિંગર, આજે તો તદ્દન બદલાઈ જ ગઈ!

મુંબઈઃ બોલિવૂડની પોપ્યુલર સિંગર્સમાંથી એક નેહા કક્કડ તેના લુક અને સ્ટાઇલ માટે ઓળખાય છે. તેમની ફૅશન અને સ્ટાઇલના ફેન્સ ક્રેઝી છે. એક સમય હતો જ્યારે નેહા શ્યામ અને જાડી હતી. નેહાએ કેટલાક લોકોના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે, જેમાં તેમને ઓળખવી પણ મુ્શ્કેલ છે. તેમની હેર સ્ટાઇલ પણ વિચિત્ર હતી. ઉલ્લેખનીય છે કે, નેહા કક્કડ ખુદ ઇન્ડિયન આઇડલ કન્ટેસ્ટન્ટ રહૂ ચૂક છે.

જ્યારે નેહા કક્કડ 11માં ધોરણમાં હતી ત્યારે તે કન્ટેસ્ટન્ટ તરીકે ઇન્ડિયન આઇડલનો ભાગ બની હતી. જોકે, આ શૉમાં તે વધુ આગળ જઈ શકી નહોતી. તેમને રિજેક્ટ કરી દેવામાં આવી હતી.

નેહા તે સિંગર્સમાંથી એક છે, જેણે પોતાના દમ પર બોલિવૂડમાં જગ્યા બનાવી છે. નાના શહેર અને મિડલ ક્લાસ પરિવારથી આવનારી નેહાએ ખૂબ જ સ્ટ્રગલ કરી અને સફળતા હાંસલ કરી છે.

સફળતા સાથે તેમનો કોન્ફિડન્સ લેવલ પણ વધ્યો છે અને આ રીતે તેમની સ્ટાઇલ અને ફેશન સેન્સ પણ ચેન્જ થઈ ગઈ છે.

તે જ્યારે 4 વર્ષની હતી ત્યારથી તેમને મ્યુઝિક શીખવાનું શરૂ કરી દીધું હતું. તેમણે તેમના ભાઈ ટોની અને બહેન સોનૂ પાસેથી ટ્રેનિંગ લીધી છે. તે કરિયરના શરૂઆતના દિવસોમાં તેમના ભાઈ-બહેન સાથે જાગરણમાં ભજન ગાતી હતી.

નેહાને ફેમ યૂ-ટ્યુબથી મળી છે. વર્ષ 2008માં તેમણે આલ્બમ ‘નેહા ધી રૉક સ્ટાર’ રિલીઝ કર્યો હતો. આ આલ્બમને મીત બ્રધર્સે કમ્પોઝ કર્યો હતો. આ ઉપરાંત નેહા કક્કડ બોલિવૂડમાં ઘણાં હિટ સોન્ગ ગાઈ ચૂકી છે.

નેહાના હિટ ગીત ‘વો એક પલ’, ‘સેકન્ડ હેન્ડ જવાની’, ‘એસ.આર.કે એન્થમ’, ‘શૈતાન’, ‘જાદૂ કી ઝપ્પી’, ‘બોતલ ખોલ’, ‘મનાલી ટ્રાન્સ’, ‘ધતિંગ નાચ’, ‘પાર્ટી શૉઝ બિંદાસ’, ‘આઓ રાજા’, ‘સની સની’, ‘લંડન ઠુમકદા’ છે.

ક્યારેક થોડાં રૂપિયા માટે જાગરણમાં ગાતી નેહા કક્કડ આજે બોલિવૂડની ટોપ અને મોંઘી ફિમેલ સિંગર્સમાંથી એક છે. તે એક ગીતના 10થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

નેહાનું વર્ષ 2018માં હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. જેનો તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને તે ડિપ્રેશનમાં જતી રહી હતી. નેહાએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હા, હું ડિપ્રેશનમાં છું. વર્લ્ડના દરેક નેગેટિવ લોકોનો આભાર, તમે દરેક મને મારી લાઇફના સૌથી ખરાબ દિવસ આપવામાં સફળ રહ્યાં. આભાર, તમે સફળ રહ્યાં. હું તમને સ્પષ્ટ કરી દવ કે આ એક કે બે લોકોને લીધે નથી.’

નેહાએ વધુમાં લખ્યું હતું કે, ‘આ તે દુનિયાવાળા માટે છે જે મને મારી પર્સલન લાઇફ જીવા દેતાં નથી. હું તેમનો આભાર વ્યક્ત કરું છું કે જે લોકો જે મારું કામ અને મને પ્રેમ કરે છે. લોકો મારા વિશે બકવાસ કરી રહ્યા છે જાણ્યા વગર હું કેમ છું અને કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું. હું તેમની પાસે ભીખ માગું છું કે પ્લીઝ મને ખુશી-ખુશી જીવવા દો. જજમેન્ટલ ના થાવ. પ્લીઝ મને જીવવા દો.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page