Only Gujarat

Bollywood

‘તારક મહેતા’ના નવાં અંજિલાભાભીએ લાલ સાડીમાં લગાવી આગ, બબિતાજી પણ લાગે ફિક્કા!

મુંબઈઃ ટીવી પર આમ તો કૉમેડી કોન્ટેન્ટની ભરમાર છે, નવાં શૉ પણ રિલીઝ થાય છે, પણ દર્શકો નાના પડદાં પર લોકોની પહેલી પસંદ બનેલો એક શૉ છે જેને કોઈ ટક્કર આપી શકતું નથી. અમે વાત કરી રહ્યાં છીએ શૉ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની. આ સિરિયલમાં છેલ્લાં થોડાંક દિવસોથી બદલાવ જોવા મળ્યા છે. આ દરમિયાન તેમાં અંજલી ભાભી એટલે કે સુનૈના ફૌજદારે એન્ટ્રી કરી હતી. સુનૈના પોતાના દમદાર અભિનય અને સુંદર સ્માઇલથી લોકોનું દિલ જીતી લીધું છે. આ સાથે જ સુનૈના સોશિયલ મીડિયા બોલ્ડ અવતારને લીધે ચર્ચામાં રહે છે.

સુનૈનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખૂબ જ સુંદર અને બોલ્ડ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં સુનૈના લાલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમને લાલ સાડી પહેરી ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યો છે. તે પોતાના લુકને ડાયમંડ ઇયરિંગ સાથે કમ્પલીટ કરી રહી છે. તેમના લલાટ પર ચાંદલો કરી દેશી અવતારને પણ ખાસ બનાવી લીધો છે.

આ ફોટો સાથે સુનૈનાએ ખૂબ જ રસપ્રદ કેપ્શન લખ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘એવી કઈ વસ્તું છે જે તમને સવારે બેડમાંથી નીકળવા માટે પ્રેરિત કરે છે. તે તમારે આખી જિંદગી કરવાની જરૂર છે.’ પોતાના આ ફોટો દ્વારા સુનૈનાએ ફેન્સને ખૂબ જ જરૂરી મેસેજ આપ્યો છે.

સુનૈના ફૌજદાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં તારકની પત્ની એટલે કે અંજલી મહેતાનો રોલ પ્લે કરી રહી છે. તેમને ગોકુલધામ સોસાયટીમાં અંજલી ભાભી કહીને બોલાવે છે.

સુનૈના રિઅલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે. તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તો બોલ્ડ અને સુંદર ફોટોથી ભરાયેલું પડ્યું છે.

You cannot copy content of this page