15 દિવસની દીકરી ને પત્નીને તરછોડીને મુસ્લિમ યુવતીને ભગાડીને કર્યાં લગ્ન

એક બાળકીના બાપ ટ્રાન્સપોર્ટ કર્મી મુસ્લિમ યુવતીને ભગાડીને લઈ ગયો અને પછી લગ્ન કરી લીધા. કર્મીએ છ વર્ષ પહેલાં સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા. 15 દિવસ પહેલાં જ દીકરીનો પિતા બન્યો હતો. પત્ની પ્રેગ્નન્ટ હોવાને કારણે પિયરમાં હતી. તેને પતિના બીજા લગ્નની જાણ સો.મીડિયામાંથી મળી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ આરોપી પતિને શોધી રહી છે. પત્નીના મતે, રાજેશનું મુસ્લિમ યુવતી સાથે લાંબા સમયથી અફેર ચાલતું હતું.

છ વર્ષ પહેલાં લગ્ન થયા અને 15 દિવસ પહેલાં પિતા બન્યોઃ બબીતાના મતે, છ વર્ષ પહેલાં રાજેશ પરમાર સાથે તેના લગ્ન થયા હતા. 15 દિવસ પહેલાં બબીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. રાજેશ તેને મળવા પણ આવ્યો નહોતો. સાસુ પણ મળવા આવ્યા નહોતા. પતિ ને સસરા પણ આવ્યા નહીં.

બે અઠવાડિયા પહેલાં ભાગીને લગ્ન કર્યાઃ પોલીસને રાજેશના પિતા કનીરામ સાથે વાત કરી તો ખબર પડી કે બે અઠવાડિયા પહેલાં ખજરાના વિસ્તારમાં રહેતી આયેશા ખાનને ભગાડીને લઈ ગયો છે. બંનેએ લગ્ન કરી લીધા છે. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.

You cannot copy content of this page