Only Gujarat

National

કરોડોની સંપત્તિ હોવા છતાંય 12 પાસ ભારતીય યુવક સાથે રશિયન યુવતીએ કર્યા

રશિયાની ઇવગિનિયા પેટ્રોવા નામની એક છોકરી પોતાના પ્રેમીને પામવા માટે ભારત આવી ગઈ હતી. હરિયાણાના કુરુક્ષેત્રના બેરથલી ગામમાં રહેતાં વિક્રમ સાથે પેટ્રોવાની ફેસબુક દ્વારા ફ્રેન્ડશીપ થઈ હતી. આ ફ્રેન્ડશીપ સમય જતાં પ્રેમમાં બદલાઈ ગઈ હતી. જે પછી બંને લગ્નના બંધનમાં બંધાયા હતાં.

પેટ્રોવા રશિયાથી ભારત પોતાના પ્રેમને પામવા માટે આવી હતી. પેટ્રોવાને દેહાત ગામના તમામ રીતિ-રિવાજ પણ પસંદ પડ્યા હતાં અને તેણે હિન્દુ વિધિથી લગ્ન કર્યાં હતાં. બેરથલીમાં રહેતાં 26 વર્ષીય વિક્રમ અમૃતસરમાં એક બાળરોગ નિષ્ણાંતને ત્યાં સહયોગી તરીકે કામ કરે છે. વિક્રમે જણાવ્યું કે, ‘‘વર્ષ 2009માં તેમણે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને તે દરમિયાન તેમણે પેટ્રોવાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે પેટ્રોવાએ સ્વીકાર કરી હતી. આ પછી ક્યારેક-ક્યારેક લગભગ દરરોજ બંને વચ્ચે ચેટિંગ થતું હતું. આ પછી બંનેએ જીવનસાથી બનવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ લગ્ન માટે બંનેએ પરિવારની સહમતી માંગી હતી.’’

જ્યારે પેટ્રોવા ભારત આવી ત્યારે વિક્રમના પરિજનો વિદેશી યુવતીને વહુ તરીકે સ્વીકારવા માટે ખૂબ જ ઉત્સુક હતાં. છોકરાની માએ જણાવ્યું હતું કે, ‘‘ તેમના લગ્ન હિન્દુ રીતિ-રિવાજથી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લગ્નમાં રશિયન રીતિ-રિવાજોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જોકે, પેટ્રોવા જ્યારથી અહીં આવી છે ત્યારથી તે કોઈ બીજી ભાષા સમજતી નથી પણ તેમની દીકરીને અંગ્રેજી આવડે છે. પેટ્રોવા કેટલીક વાતો ઇશારામાં કહે છે અને સમજી જાય છે. આ લગ્ન માટે પેટ્રોવાનો પરિવાર પણ તૈયાર હતો. ’’

જ્યારે પેટ્રોવા અહીં આવી ત્યારે તેણે જોયું કે, આખા ગામમાં કુતુહલ સર્જાયું હતું અને મજાની વાત છે કે, અહીં રશિયાની પેટ્રોવા અને વિક્રમને સાથે જતાં જોઈ ગામલોકો તેમની પાછળ-પાછળ જતાં હતા અને તેમની સાથે મસ્તી કરતાં હતાં. આ જોઈ પેટ્રોવા પણ ખૂબ જ ખુશ હતી. પેટ્રોવાએ જણાવ્યું હતું કે, ‘‘ તેમના લગ્ન તેમના પિતા સેરગેવ પેટ્રોવા, માતા એકેગૈરિના ભાઈ ઇલિયા અને બહેન વસિટીસા પણ ભારત આવ્યા હતાં. તેમના પિતા ફૂડ પ્રોડક્શનનું કામ કરે છે.’’

ભારતના આ ગામમાં આવીને પેટ્રોવાને કેરી, લીચી, તરબૂચ અને કેળા ખૂબ જ પસંદ આવ્યા હતાં. જોકે, પેટ્રોવા પોતાના લગ્ન અંગે ખૂબ જ ખુશ અને ઉત્સુક હતી. પેટ્રોવાએ કહ્યું હતું કે, ‘‘લગ્નના થોડાંક સમય પછી તે તેના પતિ સાથે રશિયામાં રહેવા માગે છે. જેના માટે વિક્રમ પણ તૈયાર છે.’’

You cannot copy content of this page