Only Gujarat

FEATURED Sports

ટીમ ઈન્ડિયાના ખેલાડી યઝુવેન્દ્ર ચહલે રાતોરાત આ યુવતી સાથે કરી લીધી સગાઈ, બધાં ચોંકી ગયા

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બોલર યઝુવેન્દ્ર ચહલે શનિવારે ધનશ્રી વર્મા સાથે રોકા થયા. યઝુવેન્દ્રએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી આ જાણકારી પોતાના કરોડો ફેન્સને આપી. અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સે શુભકામનાઓ આપવાનું શરૂ કરી દીધું. જો કે ઘણા ફેન્સ એવા પણ હતા જેઓએ એવો સવાલ કરી રહ્યાં છે કે ધનશ્રી વર્મા કોણ છે?

ધનશ્રી વર્મા એક ડોક્ટર, કોરિયોગ્રાફર અને એક યુટ્યુબર છે. ટુંકમાં કહીએ તો તે એક ડોક્ટર છે જે સોશિયલ મીડિયા સેલિબ્રિટી પણ છે.

ધનશ્રીનો તેના જ નામથી એક યુટ્યુબ એકાઉન્ટ છે જેના પર તે ડાંસ શીખવાડે છે. તેમના યુટ્યુબ ચેનલ પર 15 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેઓએ અનેક મ્યુઝિક વીડિયોઝમાં પણ કામ કર્યું છે.

ધનશ્રી ઇંસ્ટાગ્રામ પર પણ ઘણી પોપ્યુલર છે. તેમના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર 4 લાખ 92 હજાર ફોલોઅર્સ છે. તે પોતાના ઇંસ્ટાગ્રામ પર પોતાની રિયલ અને પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલી વસ્તુ શેર કરે છે.

જ્યારથી ચહલ અને ધનશ્રીએ આ વાતનો ખુલાસો કર્યો છે. ત્યારથી તેમના એકાઉન્ટ્સ પર શુભકામનાઓની લાઇન લાગી ગઇ છે. બિગ બોસ ફેમ હિમાન્સી ખુરાના અને પ્રિયાન્ક શર્માએ તેઓને વિશ કર્યું છે.

ચહલ અને ધનશ્રી દ્વારા આવી રીતે સિક્રેટલી આ સંબંધને પહેલા પડાવ પર પહોંચવાની જાહેરાતથી મોટાભાગના ફેન્સ તેને છુપારુસ્તમ અને સરપ્રાઇઝ મેકર જેવા ટેગ આપી રહ્યાં છે.

ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવેલી તસવીર.

ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવેલી તસવીર.

You cannot copy content of this page