Only Gujarat

Business

આ વિદ્યાર્થીને સો-સો સલામ, બેંકના ડિરેક્ટરે શિક્ષકને આપી એવી ગુરુદક્ષિણા કે કોઈ કલ્પના પણ ના કરી શકે!

આઈડીએફસી ફર્સ્ટ બેંક દેશની જાણીતી ખાનગી બેંક છે. હવે આ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વી વૈદ્યનાથન ચર્ચામાં છે. કારણ કે, તેમણે IDFC First Bankના 1 લાખ શેર તેના ગુરુને ભેટ કર્યા છે.

વાસ્તવમાં, આઈડીએફસી ફર્સ્ટ બેંકના CEO વી વૈદ્યનાથને તેના શિક્ષક ગુરદયાલ સરુપ સૈનીને 1 લાખ શેર આપ્યા છે. વી વૈદ્યનાથનને શાળામાં ગુરૂદયાલ સરુપ સૈનીને ભણાવતા હતા. બેંકે આ અંગે સ્ટોક એક્સચેંજને માહિતી આપી છે.

IDFC First બેંકે જણાવ્યું છે કે વૈદ્યનાથનની પ્રગતિમાં આ ગુરુની મોટી ભૂમિકા છે. તેમણે શાળા શિક્ષણ દરમિયાન વૈદ્યનાથનને પ્રોત્સાહન અને સહાય કરી. એ જ યાદ રાખીને વૈદ્યનાથને તેમના માર્ગદર્શક અને ગુરુને ગુરુદક્ષિણા તરીકે આ ભેટ આપી છે.

બેંકે એક્સચેંજને કહ્યું હતું કે કંપની અધિનિયમ હેઠળ વૈદ્યનાથનના શિક્ષક ગુરદયાલ સરુપ સૈની કોઈ સંબંધિત પક્ષ નથી, તેથી તેના શિક્ષક આ રકમ પર ટેક્સ ભરશે. હાલમાં IDFC First bankના શેરના ભાવ 29.75 રૂપિયા છે.

જો આપણે શેરની કિંમતની ગણતરી કરીએ તો આ 1 લાખ શેરની કિંમત આશરે 30 લાખ રૂપિયા છે. વી વૈદ્યનાથને આઈડીએફસી બેંકને નવી ઓળખ આપી છે. વૈદ્યનાથને સૌ પ્રથમ કેપિટલ ફર્સ્ટની શરૂઆત કરી, જે ડિસેમ્બર 2018માં IDFC Bankમાં મર્જ કરવામાં આવી હતી.

મર્જર પછી, બેંકનું નવું નામ IDFC First bank રાખવામાં આવ્યું છે. આ વિલીનીકરણ 2018માં થયું ન હતું ત્યારે પણ વૈદ્યનાથને તેના પરિવારના સભ્યો, મિત્રો અને ઘરના નોકરોને કેપિટલ ફર્સ્ટના 4,30,000 શેર આપ્યા હતા.

You cannot copy content of this page