આ રિક્ષા છે હરતું-ફરતું ઘર, બેડરૂમથી લઈ કિચન સુધીની તમામ સુવિધાઓથી છે સજ્જ

મુંબઈઃ સોશિયલ મીડિયા પર 1 લાખમાં બનેલા એક ઘરની તસવીર ઝડપથી વાઈરલ થઈ રહી છે. ખાસ વાત એ છે કે, આ ઘરને તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો. વાસ્તવમાં આ ઘર એક રિક્ષાને મોડિફાઈ કરીને બનાવવામાં આવ્યું છે. આ ઘરને તામિલનાડુના 23 વર્ષીય અરુણ પ્રભુએ બનાવ્યું છે.

આ ઘરમાં બેડરુમ, લિવિંગ રૂમ, કિચનની સાથે ટૉયલેટ પણ છે. આ ઘરમાં 2 લોકો સરળતાથી રહી શકે છે. કુદરતી હવા માણવાની ઈચ્છા હોય તો આરામદાયક ખુરશી પણ રિક્ષાની છત પર રાખવાની વ્યવસ્થા છે.

36 સ્કે.ફૂટમાં બનેલા ઘરમાં પાણી માટે 250 લીટરની વોટર ટેન્ક છે, 600 વૉટની સોલર પેનલ લગાવેલી છે. આ ઘરમાં દરવાજા અને છત પર જવા માટે સીઢી પણ બનાવવામાં આવી છે.

આ ઘરને જુની વસ્તુઓથી રીસાઈકલ કરીને બનાવ્યું છે. 5 મહિનામાં બનેલા આ ઘરની બનાવટ સૌને પ્રભાવિત કરી રહી છે. તામિલનાડુમાં રહેતા અરુણે બેંગલુરુની ડિઝાઈન અને આર્કિટેક્ટ કંપની બિલબોર્ડ સાથે મળીને આ ઘર બનાવ્યું છે.

You cannot copy content of this page