દાદીમાનો વીડિયો વાઈરલ, ગંગામાં હસતાં હસતાં કૂદકો માર્યો, બંને ઘૂંટણના થયાં છે ઓપરેશન

જે ઉંમરમાં લોકો બીમારીઓથી ઘેરાઈ જાય છે અને પથારીમાં જ રહે છે, ચાલવા-બેસવામાં તકલીફ પડે છે અને કોઈની મદદની જરૂર પડે છે. તે ઉંમરમાં એક દાદીમાએ એવું કારનામું કરીને બતાવ્યું છે કે સો.મીડિયામાં સેન્સેશનલ બન્યા છે. આ વીડિયોમાં દાદીમા હરિદ્વારમાં 40 ફૂટની ઊંચાથી બ્રિજથી ગંગામાં છલાંગ મારે છે. મહિલાનું નામ ઓમપતિ છે અને ઉંમર 73 વર્ષ છે. પતિ રાજેન્દ્ર સિંહ દેસાવાલ આર્મી રિટાયર્ડ છે.

પરિવારની સાથે હરિદ્વાર ગયા હતાઃ પરિવાર મૂળ હરિયાણાના ઝજ્જરના દસૌરખેડી ગામનો છે. જોકે, ઓમપતિ પરિવાર સાથે સોનીપતના બંદેપુર ગામમાં રહે છે. બે દીકરાઓ અશોક તથા ધર્મવીર છે. બંને ડ્રાઇવર છે. હાલમાં જ ઓમપતિ પરિવાર સાથે હરિદ્વાર ગઈ હતી. લોકોને ગંગા નદીમાં ન્હાતા જોઈને ઓમપતિને પણ ગંગામાં સ્નાન કરવાની ઈચ્છા થઈ હતી. જોકે, તેમણે તો 40 ફૂટની ઊંચાઈએથી ગંગામાં છલાંગ મારી હતી. આ પહેલાં તેણે પરિવારની પરવાનગી આપી હતી અને પછી બ્રિજ પરથી ગંગામાં છલાંગ લગાવી હતી.

ગામમાં તરવાનું શીખીઃ ઓમપતિએ કહ્યું હતું કે તેને તરતાં આવડે છે. તેથી જ ગંગામાં ડૂબકી લગાવી હતી. તે લોકોને અપીલ કરે છે કે તેને જોઈને જોશમાં આવીને કોઈએ છલાંગ મારવી નહીં. તેને તરતાં આવડે છે. નાનપણમાં નદી-તળાવમાં ડૂબકી લગાવતા હતા અને તરતાં આવડી ગયું હતું. લોકોએ વીડિયો બનાવીને સો.મીડિયામાં શૅર કર્યો, પરંતુ કોઈએ તેને ફોલો કરવી નહીં. જીવ જોખમમાં મૂકાઈ શકાય છે.

પુત્ર-પૌત્ર-પૌત્રી કૂદતા હતા તો હું પણ કૂદીઃ વધુમાં ઓમપતિએ કહ્યું હતું કે દીકરા, પૌત્ર-પૌત્રીઓ ગંગામાં સ્નાન કરતાં હતાં. તેમને જોઈને તેને પણ છલાંગ મારવાની ઈચ્છા થઈ હતી. આ કોઈ સ્ટંટ નહોતું. તેને ઈચ્છા થઈ અને પૂરી કરી હતી.

ઘૂંટણનું ઓપરેશન થયું છેઃ ઓમપતિની પૌત્રી રેનુએ કહ્યું હતું કે થોડાં સમય પહેલાં દાદીનો એક્સિડન્ટ થયો હતો. બંને ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે ઘણાં જ સ્ફૂર્તિમાં રહે છે. હિંમત અને કંઈકને કંઈક નવું કરવાનો ઉત્સાહ છે. તે ક્યારેય થાકતાં નથી. નાચવાનો ઘણો જ શોખ છે. રોજ સવારે ચાર વાગે ઉઠે છે. પૂજા-પાઠ, વ્યાયામ કરે છે. દૂધ, દહીં અને ઘી અચૂકથી રોજ ભોજનમાં લે છે. શરીરનું ઘણું જ ધ્યાન રાખે છે. સતત એક્ટિવ રહે છે.

ઓછું સાંભળે છેઃ રેનુએ કહ્યું હતું કે તે પોતાની દાદીને જોઈને કંઈકને કંઈક શીખતી હોય છે. દાદી પોતાના તમામ કામ જાતે કરે છે. સવારે ચાર વાગે ઊઠીને ઘરના અન્ય લોકોને ઉઠાડે છે. પશુઓને ચારો નાખવો, દેખરેખ રાખવાનું કામ દાદીનું છે. દાદીને હવે થોડું ઓછું સંભળાય છે, પરંતુ શરીર આજે પણ સ્વસ્થ છે.

You cannot copy content of this page