Only Gujarat

Sports

ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા હાર્યાં બાદ ધ્રૂસકે-ધ્રૂસકે રડી હરમનપ્રીત કૌર

T20 વર્લ્ડ કપમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઈનલમાં હાર્યા પછી ઈન્ડિયન વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર રડી પડી હતી. પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરા મેચ પછી હરમનને મળવા ગઈ હતી, તો હરમનપ્રીત કૌર તેને ભેટી પડી હતી. જોકે પછી તેણે પોતાની જાતને સંભાળી લીધી હતી.

સાઉથ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 33 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી જેમિમા રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌર વચ્ચે 69 રનની પાર્ટનરશિપ થઈ હતી અને આ જોડીના કારણે ભારત જીતની તરફ અગ્રેસર થયું હતું.

પરંતુ જેમિમાની વિકેટ પડ્યા પછી હરમનપ્રીત કૌર પણ કમનસીબે રનઆઉટ થઈ ગઈ હતી. હરમનપ્રીત બીજો રન લેતી વખતે તેનું બેટ ક્રિઝમાં ફસાઈ ગયું હતું. જેના કારણે ટીમ ઈન્ડિયા આ મેચ 5 રને હારી ગઈ હતી.

અંજુમ ચોપરાએ કહ્યું કે ‘હું ટીમની કેપ્ટનને સહાનુભૂતિ દેવા માગતી હતી. બહારથી તો સહાનુભૂતિ જ દઈ શકું છું. આ એક ભાવુક પળ હતી. ઘણીવાર ભારતીય ટીમ સેમિફાઈનલ પહોંચી અને હારી છે.’ ‘મેં ઘણીવાર જોયું છે. મેં જોયું કે તે ઈજાગ્રસ્ત અને માંદી હતી અને તેના કારણે તે પરેશાન હતી. કદાચ તે સેમિફાઈનલ રમી પણ ના હોત. તે હરમનપ્રીત કૌર છે અને આ વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ હતી. તે પાછળ હટીને જનારાઓમાંથી નથી પણ તે એક ડગલું આગળ વધીને રમનાર ખેલાડીઓમાંથી એક છે.’

You cannot copy content of this page