Only Gujarat

FEATURED Sports

હાર્દિક પંડ્યાના પુત્રને ખોળામાં લઈને ભાવુક થયો કૃણાલ પંડ્યા, કહી આમ મોટી વાત

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજેતરમાં જ પિતા બન્યો છે, જે બાદ તેના પરિવારમાં નાનકડા મહેમાનના સ્વાગતમાં કોઈ કમી થઈ રહી નથી. હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યા પોતાના ભત્રીજાને ખોળામાં લઇને ખુશ થયા હતા.

કૃણાલ પંડ્યાએ તેના ભત્રીજા ખોળામાં રાખેલો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કૃણાલ પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી. કૃણાલે લખ્યું, ‘ખુશી… જેને શબ્દોમાં કહી શકાય નહીં! હું આ સુંદર બેબી બોયનો મોટા પપ્પા બની ગયો છું. અભિનંદન ભાઈ (હાર્દિક) અને નટ્સ (નતાશા). મોટા પપ્પા તને ખૂબ પ્રેમ કરે છે, નાના ભત્રીજા’.

કૃણાલ પંડ્યાએ તેના ભત્રીજા માટે લખેલી આ સુંદર પોસ્ટને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ આવી રહી છે. હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ આ પોસ્ટની કમેન્ટમાં દિલના ઇમોજી મૂક્યા છે. આ પહેલા પિતા બન્યા બાદ હાર્દિક પંડ્યાએ ખુદ પુત્ર સાથે એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીરમાં તે પુત્રને ખોળામાં લીધેલો જોવા મળી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ ફોટો સાથેનું કેપ્શન લખ્યું હતું, ‘ભગવાનના આશીર્વાદ …’ સાથે જ તેણે નતાશા સ્ટેનકોવિક (@natasastankovic__) માટે પણ પ્રેમ વ્યક્ત કર્યો છે.

ગુરુવારે હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર તેના પિતા બનવાના સારા સમાચાર આપ્યા હતા. તેમની પત્ની નતાશા સ્ટેનકોવિચે એક પુત્રને જન્મ આપ્યો. હાર્દિક પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પિતા બનવાના સારા સમાચાર આપતા લખ્યું, ‘અમે અમારા પુત્રને પામીને ધન્ય થઈ ગયા’.

હાર્દિક પંડ્યાના પિતા બન્યા બાદ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપવાનો દોર શરૂ થયો. અને હવે આ ફોટો શેર કર્યા પછી ફરી એકવાર પંડ્યાના બધા ચાહકો તેમને સતત અભિનંદન પાઠવી રહ્યા છે.

હાર્દિક પંડ્યા પુત્રના પિતા બન્યા હોવાના સમાચારને જાણતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યા અને નતાશાને અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘તમે બંનેને અભિનંદન.’

આ વર્ષની શરૂઆતમાં અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ સાથે તેની અચાનક સગાઈના સમાચારથી હાર્દિક પંડ્યાએ ચાહકોને ચોંકાવી દીધા હતા. હાર્દિક પંડ્યાએ એજ રીતના અંદાજમાં સોશિયલ મીડિયા પર તેના પિતા બનવાની માહિતી આપતાં તેના ચાહકોને વધુ એક સરપ્રાઈઝ આપી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page