Only Gujarat

FEATURED Sports

પિતાને અર્થીમાં જોતા જ હાર્દિક પંડ્યા જોર જોરથી રડવા લાગ્યો હતો, કેમેય કરીને નહોતો રહ્યો છાનો

વડોદરાઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તથા કુનાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું. પિતાની અંતિમ યાત્રામાં હાર્દિક તથા કુનાલ પંડ્યા એકદમ ભાંગી પડ્યા હતા અને પિતાના મૃતદેહ આગળ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

કુનાલ પંડ્યા સૈય્યદ મુશ્તાક અલી ટી 20 ટુનાર્મેન્ટમાં વડોદરા ટીમ માટે રમતો હતો. જોકે, પિતાના નિધનને કારણે તે બાયો બબલ છોડીને ઘરે પરત આવ્યો હતો. તે વડોદરા ટીમનો કેપ્ટન પણ છે.

હવે કુનાલને બદલે કેદાર જાદવ રમશે. તો હાર્દિક પંડ્યા મુંબઈથી પ્રાઈવેટ પ્લેનમાં વડોદરા આવ્યો હતો. હાર્દિક પોતાના પિતાનો પાર્થિવ દેહ જોઈને રડવા લાગ્યો હતો. હિમાંશુ પંડ્યા બંને દીકરાની ઘણી જ નિકટ હતા.

હાર્દિક તથા કુનાલે પિતાના અંતિમ સંસ્કારની તમામ વિધિ કરી હતી. કુનાલ મોટો હોવાથી તેણે પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઈનાન્સનો ધંધો કરતાં હતાં. જોકે થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા શહેરમાં રહેવા માટે મજબૂર થયા હતા. તે સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. પરિવાર પેલા વડોદરામાં આવીને ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને પુત્રો પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ જતા હતા.

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પિતાએ આર્થિક તંગી હોવા છતાં પણ કિરણ મોરેની એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. હાર્દિક પંડ્યા ધોરણ-9માં નાપાસ થયો હતો. ત્યાર બાદ તેણે ક્રિકેટ પર ફોક્સ કરવા માટે અભ્યાસ છોડી દીધો હતો. હાર્દિક 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે પોતાની ક્રિકેટ કિટ પણ નહોતી. બંને ભાઈઓએ લગભગ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોસિયેશન પાસેથી ક્રિકેટ કિટ લઈને કામ ચલાવ્યું હતું.

અંડર-19 ક્રિકેટ દરમિયાન હાર્દિક અને કૃણાલ પાસે પૈસા રહેતા ન હતા જેને કારણે તે મેગી ખાઈને કામ ચલાવતા હતા. તે સમયે હાર્દિકના પરિવારની હાલત પણ બરાબર નહોતી. જોકે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદાયા બાદ હાર્દિક અને તેના પરિવારનું જીવન બદલાઈ ગયું હતું. ત્યાર બાદ તે સતત સારું પ્રદર્શન કરતો રહ્યો અને ભારતીય ટીમમાં જગ્યા બનાવી લીધી.

You cannot copy content of this page