અરવિંદ ત્રિવેદીના પરિવારની આ તસવીરો આ પહેલા ક્યારેય નહીં જોઈ હોય એ નક્કી

રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ આ ઉપરાંત ઘણા નાટક સહિત હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં અભિનય કર્યો છે. મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પરંતુ તેની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સનાં સુપરસ્ટાર હતાં.

વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલ રામાનંદ સાગરની સીરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર કલાકાર એટલે અરવિંદ ત્રિવેદી. મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે અનેક ફિલ્મો સહિત નાટકોમાં અભિનય કર્યો હોવા છતાં લોકપ્રિયતા તેમને આ પાત્રએ અપાવી હતી.

અત્યારે તેઓ આયુષ્યના 90ના દાયકામાં છે. તાજેતરમાં જ તેમનો જન્મદિવસ ગયો છે ત્યારે જોઇએ અંગત જીવનની કેટલીક વિશેષ તસવીરો અને જાણીએ તેમના વિશે વધુ. આ તસવીરો તેમના ભત્રીજા અને ગુજરાતી રંગભૂમિના જાણીતા પ્રોડ્યુસર કૌસ્તુભ ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે અને તેમના જીવનના અનેક કિસ્સા પણ જણાવ્યા છે.

લંકેશનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું વતન સાબરકાંઠાના ઈડર તાલુકાનું કુકડીયા ગામ છે જ્યાં આજે શોકનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. સમગ્ર વિશ્વ સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ લંકેશના પાત્ર તરીકે અરવિંદ ત્રિવેદીને ખૂબ મોટી પ્રસિદ્ધિ મળી છે તેમજ લંકેશ તરીકે એની ખ્યાતિ પણ મળી ચૂકી છે.

નાનકડાં ગામની વૈશ્વિક ફલક ઉપર નામના મેળવી છે ત્યારે સ્થાનિકો લંકેશના વતનનું હોવાનું ગર્વ અનુભવી રહ્યાં છે. અન્નપૂર્ણા બંગલો ઘણીવાર અરવિંદ ત્રિવેદી રોકાવવા માટે આવતાં હતા જોકે મોટા ભાગે તેઓ મુંબઈ જ રહેતા હતાં.

આ ઓન સ્ક્રિન લંકાધિપતિ રાવણે પોતાના ઘરમાં મોરારિ બાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદી આજે રામભક્ત બની ગયા છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ સમગ્ર દેશમાં જાણીતા બની ગયા હતાં. ત્યાર બાદ તેઓ ‘લંકેશ’નાં નામથી ઓળખાવા લાગ્યા હતાં. આજે પણ અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’નાં નામથી જ ઓળખાય છે.

એક ઈન્ટરવ્યૂમાં અરવિંદ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે જ્યારે તે સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતા ત્યારે શૂટિંગમાં જતાં સમયે તે રામના ફોટાની પૂજા કરતો હતો. અરવિંદે કહ્યુ હતું કે તમે જે પાત્ર ભજવો છો, તેનો આદર કરવો જોઈએ અને તેથી જ તે રાવણની પૂજા કરતો હતો.

શૂટિંગથી પરત આવીને અરવિંદ ઘરે રામની સ્તુતિ કરતા હતાં કારણ કે શૂટિંગ દરમિયાન તેમણે રામ વિશે ઘણી જ અપમાનજનક સંવાદો કહ્યા હતા. અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું છે. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ્સ દ્વારા તેઓને ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી.

અરવિંદ ત્રિવેદીએ ‘સંતુરંગીલી’, ‘હોથલ પદમણી’,’કુંવર બાઇનું મામેરૂં’, ‘જેસલ-તોરલ’ અને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. અરવિંદ ત્રિવેદીએ ‘પરાયા ધન’,’આજ કી તાજા ખબર’ જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે.

ગુજરાત સરકારથી લઇને દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓ તેમને પુરસ્કારો આપીને સન્માનિત કર્યાં છે. ‘રામાયણ’નાં આ ખલનાયકે ઘણી ફિલ્મ્સમાં નાયકની પણ ભૂમિકાઓ કરી છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સમાં સફળ રહેલાં અરવિંદ હાલ અનેક સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ‘રામાયણ’નાં આ ખલનાયક રિયલ લાઇફમાં નાયક છે.

(તસવીર સૌજન્ય કૌસ્તુભ ત્રિવેદી)

You cannot copy content of this page