Only Gujarat

Gujarat

ગુજરાતમાં દિવાળીથી કોરોનાના કેસ તીવ્ર ઘટશે, 15 નવેમ્બરે આવશે પીક પર, વાંચો એક્સક્લુઝિવ વિગતો

  • દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ગુજરાતના 10 નવેમ્બરથી કોરોનનાનો મૃત્યુદર સાવ ઓછો થઈ જશે
  • 15 નવેમ્બરે કોરોનાના કેસ 1.75 લાખની પક પર પહોંચશે, 1 ડિસેમ્બરથી કોરોના કેસમાં તીવ્ર ઘટાડો થશે
  • 25 ડિસેમ્બરથી કોરોનાના નવા કેસની સંખ્યા સાવ ઓછી થઈ જશે

કરોનાના કહેર વચ્ચે આ વર્ષે કોઈ તહેવારની સારી રીતે ઉજવણી થઈ નથી. નવરાત્રી પણ નિરાશાજનક રહેશે. પણ દિવાળી સુધરે તેવા સમાચાર આવ્યા છે. નિષ્ણાતોનું માનીએ તો દિવાળીથી કોરોના સંક્રમણમાં તીવ્ર ઘટાડો થશે અને ક્રિસમસ સુધીમાં નવા કેસની સંખ્યા નહિવત્ થઈ જશે.

ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ ઉપ-કુલપતિ ડૉ. હરીશ પાઢના મતે દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનો પ્રભાવ ઘટવા માંડશે અને ક્રિસમસ સુધીમાં તો નવા કેસની સંખ્યા ના બરાબર થઈ જશે. ડૉ. પાઢ તથા તેમનાં સહયોગી ડૉ. શ્વેતાબેન પટેલે 01 જૂનથી 03 ઓક્ટોબર સુધીના કોરોના મહામારીના કેસના આધારે ચલિત સાત દિવસની સરેરાશના આધારે વિશ્લેષણ કરીને આ તારણ કાઢ્યું છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ નિષ્ણાતોનું માનીએ તો કોરોના મહામારીને કારણે છેલ્લા આઠ મહિનાથી આખા વિશ્વમાં મોટુ પરિવર્તન આવ્યું છે અને મૃત્યુઆંક 10 લાખને પાર કરી ચૂક્યો છે. ભારતની વાત કરીએ તો દેશમાં 1 લાખથી વધુનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને ગુજરાતમાં 3500થી વધુનાં મોત થયાં છે. કોરોના મહામારીના સરકારી ડેટાના આધારે ચાર્ટ પર નજર કરીએ તો 3 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા 1.45 લાખે પહોંચી છે જે આંક 15 નવેમ્બરે 1.75 લાખની ટોચ પર પહોંચશે અને ત્યાંથી ઘટવા માંડશે. યોગાનુયોગે 15 નવેમ્બરે વિક્રમ સંવત મુજબ નૂતન વર્ષ છે. આમ, દિવાળી પછીથી કોરોનાના કેસ ગુજરાતમાં ઘટવા લાગશે એવું આ તારણ મુજબ કહી શકાય.

ગુજરાતમાં 22 ઓક્ટોબરની આસપાસ કોરોના કેસનો આંકડો 1.60 લાખને પાર કરી જશે. આ ગતિ મુજબ 15 નવેમ્બરથી ગુજરાતમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને ક્રિસમસ સુધીમાં તો નવા કેસનો આંક અસામાન્ય રીતે તળિયે પહોંચી જશે અને ઝીરો પણ થઈ શકે છે. તજજ્ઞોનું માનીએ તો ગુજરાત માટે આગામી દોઢ મહિનો કોરોના મામલે મહત્ત્વપૂર્ણ છે.

નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન કોરોના વિસ્ફોટ ન થાય તો સારું. જો આમ થશે તો દિવાળી પછીનું નવું વર્ષ ગુજરાતીઓ માટે ખૂબ સારા સમાચાર લઈને આવનારું રહેશે. કોરોના મહામારી એકદમ ગાયબ તો નહીં થાય, પરંતુ કોવિડ-19નો પ્રકોપ એટલો તો મંદ થઈ જશે કે અર્થતંત્રને બેઠું કરવાની દિશામાં નોંધપાત્ર કહી શકાય. જો કે આ બધાનો આધાર ગુજરાતના લોકો કોળમુખા કોરોનાને હરાવવા અને નિયમોનું પાલન કરવા અંગે કેટલા જાગૃતિ છે એની પર રહેલો છે.

 

You cannot copy content of this page