રાકેશ બારોટ હવે આ કારમાં પાડશે એન્ટ્રી, નવી કાર સાથે સ્ટાઈલમાં આપ્યા પોઝ

આજકાલ ગુજરાતી સિંગર્સનો જમાનો છે. કીર્તિદાન ગઢવીથી લઈને કિંજલ દવે સુધીના સિંગર્સના આજે લાખો ફોલોવર્સ છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અલગ-અલગ સિંગર્સને કાઠું કાઢ્યું છે. આવા જ એક સિંગર એટલે રાકેશ બારોટ. પોતાના સૂરીલા અવાજથી રાકેશ બારોટે અલગ જ સ્થાન બનાવ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં રાકેશ બારોટ ખૂબ લોકપ્રિય છે. રાકેશ બારોટની આજની સફળતા પાછળ વર્ષોનો સંઘર્ષ છૂપાયેલો છે. આજે રાકેશ બારોટ લક્ઝુરિયર્સ લાઈફ જીવી રહ્યા છે. રાકેશ બારોટે હાલમાં જ લાખોની કિંમતની ફોર્ચ્યુનર કાર ખરીદી છે.


રાકેશ બારોટના કાર કલેક્શનમાં વધુ એક કારની એન્ટ્રી થઈ છે. રાકેશ બારોટે લાખોની કિંમતની એસયુવી કાર ટોયોટો ફોર્ચ્યુનર કાર ખરીદી છે. ખુદ રાકેશ બારોટે સોશ્યલ મીડિયામાં આની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરો પર રાકેશ બારોટના ફેન્સ તેમને કાર ખરીદવા માટે શુભકામના પાઠવી રહ્યા છે.


રાકેશ બારોટની સેક્સેસ સ્ટોરીની વાત કરીએ તો રાકેશ બારોટ જ્યારે 14 વર્ષના હતા ત્યારથી જ સંગીત પ્રત્યે રુચિ લાગવા લાગી હતી. તેઓ જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ મામા મણિરાજ બારોટ સાથે તેમની કેસેટ બનાવી હતી. જોકે ત્યાર બાદ વાત આગળ ન વધી. મણિરાજ બારોટના અવસાન પછી બીજી ઈનિંગ ચાલું કરી હતી.


એ સમયે રાકેશ બારોટનું ગીત ‘સાજનને સંદેશો’ આવ્યું હતું. જે એવું તો છવાઈ ગયું કે લોકો રાકેશ બારોટને રાતોરાત ઓળખવા લાગ્યા હતા. ત્યાર બાદ એક પછી એક આલ્બમ મળતા ગયા અને રાકેશ બારોટ ઓડિયન્સના દિલમાં સ્થાન જમાવતા હતા. આજે સ્ટેજ ગાયક અને આલ્બમ ગાયક તરીકે રાકેશ બારોટનું મોટું નામ છે.


ઘણા ઓછા લોકોને ખબર હશે પણ દિગ્ગજ સિંગર સ્વ. મણિરાજ બારોટ રાકેશ બારોટના મામા થાય છે, કુંટુંબમાં ચાર ભાઈમાંથી રાકેશ ત્રીજા નંબરના છે. તેમના અન્ય ભાઈ શૈલેષ પણ સિંગર છે.


રાકેશ બારોટે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમય સાથે અપડેટ થવું ખૂબ જ અગત્યનું છે. જ્યારે કેસેટનો જમાનો હતો ત્યારથી હું કામ કરતો આવ્યો છું. જે પછી વીસીડી-ડીવીડીનો જમાનો આવ્યો અને ટેક્નીક સાથે ગાવાની ઢબ અને લય પણ બદલ્યા. અને હવે યુ ટ્યૂબ જેવા પ્લેટફોર્મ સાથે ડિજિટલ યુગ આવી ગયો છે. આમ સંગીતક્ષેત્રે ઘણાં કપરા ચઢાણો પણ છે તો સાથે સાથે જ મહેનત કરીએ તો સફળતા પણ છે.