Only Gujarat

National

પરણવા બેસેલા દુલ્હાના મોબાઈલમાં એવો વીડિયો આવ્યો કે જોઈને મચ્યો હડકંપ

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના એક ગામના યુવક પર બળાત્કાર અને અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનો આરોપ લાગતો કેસ નોંધાયો છે. પીડિત છોકરીના જ્યારે લગ્ન થયા વરરાજાના મોબાઇલ પર અશ્લીલ વીડિયો મોકલીને લગ્ન પણ તોડવામાં આવ્યા હતા.

બસ્તીના રૂધૌલી વિસ્તારની રહેવાસી પીડિતાએ પોલીસમાં દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના ગામનો રહેવાસી શ્રીકેશ તેના જ સમાજનો છે. 2017માં એક દિવસ તેણે તેને પોતાના ઘરે બોલાવી અને બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન તેણે અશ્લીલ વીડિયો પણ બનાવ્યા હતા. રેપ બાદ તેણે મને કહ્યું કે જો તે આ વાતની કોઈને જાણ કરશે તો તેનો રેપનો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે.

આ વાતનો ફાયદો ઉઠાવીને તેણે અનેક વખત ધમકાવીને બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ કહ્યું કે આરોપીએ મને ફોન પણ લઈ આપ્યો હતો અને લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ પીડિતાના પરિવારે તેના લગ્ન બીજે ઠેકાણે નક્કી કરી દીધા અને લગ્ન લેવાઈ પણ ગયા હતા.

એક દિવસ પીડિતાના લગ્ન પણ લેવાયા હતા અને કહેવાય છે કે પરણવા બેઠેલા વરરાજાના મોબાઈલમાં તેની થનારી દુલ્હનનો પોર્ન વીડિયો આવ્યો હતો આ જોઈને વરરાજાએ ભર્યે માંડવે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આરોપી શ્રીકેશે ઈર્ષાના માર્યા વરરાજાના મોબાઈલમાં દુલ્હન સાથેના રેપનો વીડિયો મોકલ્યો હતો. આ જોઈને વરરાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સ્ટેશન હાઉસ ઓફિસર સંજય કુમારે જણાવ્યું કે, ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

You cannot copy content of this page