Only Gujarat

International

14 વર્ષની દીકરી માટે મા-બાપે છોકરાઓની લાઇન લગાવી દીધી

એક છોકરીની લગભગ 14 વર્ષની ઉંમરમાં પોતાના ભાવી પતિ સાથે મુલાકાત થઈ હતી. તેના માતા-પિતાએ તેને એક પાર્ટીમાં મોકલી હતી. જ્યાં તે પોતાના ભવિષ્યના પતિ સાથે મુલાકાત થઈ હતી. આ છોકરી પોતાના માતા-પિતાની સાથે વણઝારા જેવી જિંદગી જીવતી હતી. તેના સમુદાયમાં લગ્ન કરવાનું આજ કલ્ચર છે. એક ઈન્ટરવ્યૂમાં છોકરી અને તેના માતા-પિતાએ આ વાતનો ખુલાસો કર્યો હતો.


ધ સન રિપોર્ટ પ્રમાણે, છોકરીનું નામ પ્રિસીલિયા છે. તે અમેરિકાના જોર્જિયામાં પિતા પૈટ બેબી અને માતા લુઆનની સાથે એક કારવામાં રહેતી હતી. પ્રિસીલિયાએ 12 વર્ષની ઉંમરમાં જ સ્કૂલ છોડી દીધી હતી. TLC ચેનલના ટીવી શો પર હાલમાં જ તેની કહાની બતાવવામાં આવી હતી.


જોકે, પ્રીસિલિયા જે સમુદાયમાંથી આવે છે તેના લોકો વિચરતી પ્રવૃતિના હોય છે. વણઝારાની જેમ રહેવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં હોય છે. પ્રીસિલિયાની માતા લુઆને કહ્યું કે, અમારી સંસ્કૃતિમાં મહિલાઓ ઘરે જ રહે છે અને પતિની દેખરેખ કરે છે. આજ અમારું કામ છે અને આજ રીતે મેં પ્રીસિલિયાને મોટી કરી છે. તે કહે છે કે, પ્રીસિલિયા પણ અમારી સંસ્કૃતિનું પાલન કરવા માંગતી હતી. આ માટે તેને Halloween પર એક પાર્ટીમાં મોકલી હતી, કારણ કે તે પોતાનો મનપંસદ જીવનસાથી પસંદ કરી શકે.


પરંતુ લુઆને પણ કહે છે કે, હાલ પ્રિસીલિયાની એન્ગેજમેન્ટ થશે અને 25 વર્ષની થશે ત્યારે લગ્ન થશે. જેને લઈને પ્રિસીલિયાને કોઈ ફરિયાદ નથી. તે એક હાઉસવાઈફના રૂપમાં પોતાની ભૂમિકા નિભાવવા માટે ઉત્સુક છે.


પ્રિસીલિયાના માતા-પિતાએ ગયા વર્ષે Halloween પર એક પાર્ટી રાખી હતી, જેમાં વણઝારા સમુદાયના યુવકોને બોલવ્યા હતાં. આ પાર્ટીમાં પ્રિસીલિયાને તક આપી હતી કે તે પોતાને જે પસંદ હોય તે પતિ શોધી લે. પાર્ટીના દિવસે પ્રિસીલિયાએ બહુ ભારે ડ્રેસ પહેર્યો હતો. ઘણાં છોકરા તેની પર ફિદા થઈ ગયા હતાં. પરંતુ પ્રિસીલિયાએ આ પાર્ટીમાં જિમી નામના છોકરાને પોતાનો જીવનસાથી પસંદ કર્યો હતો. પ્રિસીલિયાના પિતા પૈટ બેબીનું કહેવું છે કે, તે પોતાની પુત્રી માટે સારો છોકરો ઈચ્છતાં હતાં અને જીમી એક સારો છોકરો છે.

You cannot copy content of this page