Only Gujarat

National

‘શક્તિમાન’માં ગીતાના રોલથી થઈ હતી ફેમસ, આજે લાગે છે આવી, જુઓ તસવીરો

મુંબઈઃ 90ના દશકનાં બાળકોને ‘શક્તિમાન’ આજે પણ યાદ હશે. સિરિયલમાં જોડાયેલાં દરેક કલાકારોનું આ સૌથી મોટું કીર્તિમાન છે. આજે પણ લોકો સિરિયલના કલાકારોને તેમના કેરેક્ટરના નામથી ઓળખે છે. એવું જ એક કેરેક્ટર હતું ગીતા વિશ્વાસનું, જેને વૈષ્ણવી મહંતે પ્લે કર્યું હતું. 9 સપ્ટેમ્બરે વૈષ્ણવીનો જન્મ દિવસ છે. આ અવસરે તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાત જણાવીએ.

વૈષ્ણવીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પિતા હિન્દુ જ્યારે તેમની મા ક્રિશ્ચિયન છે. બાળપણમાં તેમનો પરિવાર હૈદરાબાદ શિફ્ટ થઈ ગયો હતો. તે સમયે વૈષ્ણવી વિચારતી હતી કે તે એક વૈજ્ઞાનિક બનશે. વેકેશનમાં વૈષ્ણવી મુંબઈ આવતી રહેતી હતી. અહીં તેમને રામસે બ્રધર્સની હોરર ફિલ્મ ‘વીરાના’માં કામ કરવાની તક મળી. ત્યારે વૈષ્ણવીની ઉંમર 14 વર્ષની હતી.

વૈષ્ણવીએ આ પછી અભિનય ક્ષેત્રાં જ કરિયર બનાવવાનું વિચાર્યું હતું. તેમણે ‘લાડલા’, ‘બંબઈ કા બાબૂ’, ‘દાનવીર’, ‘દાનવીર’, સહિત અન્ય ફિલ્મો કરી હતી. આ ઉપરાંત વૈષ્ણવીએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું. જોકે, તેમને ફિલ્મોમાં ખાસ સફળતા મળી નહીં.

વર્ષ 1997માં શક્તિમાનનું ટેલિકાસ્ટ દૂરદર્શન પર થયું. આ સિરિયલમાં ગીતા વિશ્વાસનો રોલ પ્લે કરતી વૈષ્ણવી એટલી ફેમસ થઈ ગઈ કે તે આજે પણ તેમના કેરેક્ટરના નામથી ઓળખાય છે. તેમની સફળતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે, જ્યારે તેમના કેરેક્ટરને સિરિયલમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે પ્રશંસક, મેકર્સે તેમને પાછા લાવવાની ડિમાન્ડ કરવા લાગ્યા હતાં. સિરિયલમાં વૈષ્ણવી એક પત્રકારનો રોલ પ્લે કરતી હતી જેને પહેલીવાર દુનિયાને શક્તિમાનનો પરિચરય કરાવ્યો હતો.

વૈષ્ણવીએ ‘શક્તિમાન’ ઉપરાંત ‘છૂના હૈ આસમાન’, ‘સપને સુહાને લડકપન કે’, ‘ટશન હૈ ઇશ્ક’, ‘યહ ઉન દિનો કી બાત હૈ’, ‘હમ પાંચ ફિર સે’, ‘કસૌટી જિંદગી કી’, ‘એક લડકી અનજાની સી’, ‘દિલ સે દિલ તક’ અને ‘મિટેગી લક્ષ્મણ રેખા’ સહિતની સિરિયલમાં કામ કર્યું છે. વૈષ્ણવી અત્યારે સતત ટીવી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

You cannot copy content of this page