દુબઈમાં બની રહ્યું છે લક્ઝુરિયસ તરતી હોટલ, ઘરે બેસીને જુઓ નજારો

દુબઈઃ વિશ્વની સૌથી મોટી અને ભવ્ય બિલ્ડિંગ, આધુનિક માનવ નિર્મિત આઈલેન તથા વિશ્વની સૌથી ઊંચી ઈમારતના કારણે જ દુબઈ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. હવે અહીં તરતી હોટલ પણ બનાવવામાં આવી રહી છે. આ હોટલ સમુદ્રમાં તરતી રહેશે. તેને સમુદ્રની મોટી લહેરો પણ હલાવી શકશે નહીં. અમે અહીં તમારી સમક્ષ આ ભવ્ય હોટલ રિસોર્ટની વિશેષતાઓ જણાવી રહ્યાં છીએ.

આ હોટલ બનાવવા પાછળ 1212 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ હોટલનું નામ ફ્લોટિંગ સી પેલેસ એન્ડ રિઝોર્ટ. મુખ્ય હોટલની ઈમારત સાથે 6 તરતી ગ્લાસ બોટ વિલા પણ કનેક્ટેડ રહેશે. મુખ્ય હોટલ અને આ બોટ વિલા વચ્ચે પુલ બનાવેલા રહેશે.

આ ઉપરાંત તમે તટથી સીધા પોતાના વિલામાં સ્પીડ બોટ થકી પણ જઈ શકો છો. સમુદ્રની મોટી લહેર પણ હોટલ કે વિલાને હલાવી શકશે નહીં કારણ કે તેમાં શૈફ્ટ મોટર્સ લાગેલી હશે જે લહેરોની ગતિ અને ઊંચાઈને સહન કરવા સક્ષમ રહેશે. હોટલને દુબઈના મરીના તટ પાસે બનાવવામાં આવી રહી છે. હોટલનો નેપ્ચ્યૂન નામનો એક ગ્લાસ બોટ વિલા તો બની પણ ગયો છે.

આ હોટલ બનાવનાર કંપની બારાવી ગ્રૂપના સીઈઓ મોહમ્મદ અલ બારાવીએ જણાવ્યું હતું કે, હોટલનું 95 ટકા કામ થઈ ચૂક્યું છે. બાકીનું કામ આગામી એક મહિનાની અંદર પૂર્ણ થઈ જશે. નેપ્ચ્યૂન ગ્લાસ બોટ વિલા યુએઈના ભારતીય બિઝનેસમેન બલવિંદર સાહનીએ ખરીદ્યું છે.

નેપ્ચ્યૂન ગ્લાસ બોટ વિલામાં 2 ફ્લોર છે. બહાર તરફ એક સ્વિમિંગ પૂલ છે. દરેક ફ્લોર 300 સ્કે. મીટરનો છે. પ્રથમ ફ્લોર પર 4 બેડરૂમ છે. દરેક બોટ વિલા ઈકોફ્રેન્ડલી છે. તેની અંદર ઓટોમેટિક એર ફિલ્ટ્રેશન સિસ્ટમ લાગેલી છે, જે સમુદ્રી હવાને ફિલ્ટર કરીને ઘરની અંદર ટ્રાન્સફર કરશે. સોલાર પેનલથી વીજળી મળશે અને કચરા માટે રિસાઈક્લિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

You cannot copy content of this page