Only Gujarat

Bollywood TOP STORIES

ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ની અભિનેત્રી રૂબિનાના પિતાનું થયું નિધન

મુંબઈ: 8 ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકેલી ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ની અભિનેત્રી રૂબિના અલીના પિતાનું ગુરૂવારે નિધન થયું હતું. તેના પિતા છેલ્લા ઘણાં લાંબા સમયથી ટીબીની બીમારીથી પીડિતા હતા. ગુરૂવારે એટલે કે 20 જાન્યુઆરીએ રૂબિનાના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. પિતાના નિધનથી રૂબિના પર આભા ફાટ્યું હતું. મુંબઈના બાંદ્રામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ 2009માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રૂબિનાએ લતિકાની ભૂમિકા ભજવી હતી. ત્યારે તેની ઉંમર 10 વર્ષની જ હતી. આ ફિલ્મે ધૂમ મચાવી હતી.

થોડા સમય પહેલાં જ રૂબિનાએ મુંબઈ મિરર સાથે વાતચીત કરી હતી જેમાં રૂબિનાએ જણાવ્યું હતું કે, તે હાલ નારાસોપારામાં પોતાની માતા સાથે રહે છે. જ્યારે તેના પિતા બીજી પત્ની અને પાંચ બાળકો સાથે બાંદ્રામાં રહે છે. તે સમયે રૂબિનાએ જણાવ્યું હતું કે, તે બાંદ્રાનું ઘર વેચીને બીજું મોટું ઘર લેવા માગે છે. હાલ તે કરિયર પર ધ્યાન આપવા માગે છે.

રૂબિના BAના પહેલા વર્ષમાં છે, આ સાથે જ ફેશન ડિઝાઈનિંગનો કોર્ષ પણ કરી રહી છે. 20 વર્ષની આ એક્ટ્રેસે મેક અપ સ્ટુડિયોમાં પાર્ટ ટાઈમ જોબ પણ શરૂ કરી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page