આ એક ખાસ વસ્તુને કારણે તમારા શરીરમાં નહીં પ્રવેશી શકે એકપણ વાયરસ, રિર્સચમાં થયો ખુલાસો

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ માટે બનાવવામાં આવી રહેલી દવામાં કાળી મરી એક મહત્ત્વપૂર્ણ વસ્તુ સાબિત થઈ શકે છે. ભારતીય રિસર્ચરે દાવો કર્યો છે કે, કાળી મરીમાં મળી આવતા પાઈપરાઈન તત્ત્વ કોરોના વાઈરસનો નાશ કરી શકે છે જે કોવિડ-19 બીમારી માટે જવાબદાર છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ધનબાદ)ના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સના રિસર્ચર્સ દ્વારા એક અભ્યાસમાં આ દાવો કરવામા આવ્યો છે.

મુખ્ય રિસર્ચર ઉમાકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે,‘કોઈપણ અન્ય વાઈરસની જેમ SARS-CoV-2 હ્યુમન બોડીના સેલ્સમાં દાખલ સરફેસના પ્રોટીનનો ઉપયોગ કરે છે. મારી ટીમે એક એવા પ્રાકૃતિક તત્ત્વની ખોજ કરી છે જે આ પ્રોટીનને બાંધી રાખશે અને વાઈરસને હ્યુમન સેલ્સમાં પ્રવેશ કરતા અટકાવશે.’

કોરોના વાઈરસને અટકાવવા સંબંધિત તત્ત્વોની ઓળખ માટે વૈજ્ઞાનિકોએ કોમ્પ્યૂટરના અત્યાધુનિક મૉલિક્યૂલર ડોકિંગ અને મૉલિક્યૂલર ડાયનેમિક્સ સિમુલેશન ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. જે માટે રિસર્ચ ટીમે કિચનના સામાન્ય મસાલાઓમાં રહેલા 30 અણુઓનો પ્રયોગ કર્યો અને તેમાં રહેલા ઔષધીય ગુણો અંગે માહિતી મેળવી.

આ સ્ટડી રિપોર્ટમાં સામે આવ્યું કે, કાળી મરીમાં રહેલું એક અલ્કોલૉયડ જેને પેપરાઈન તરીકે ઓળખવામા આવે છે અને જે તીખાશનું કારણ હોય છે તથા તેના કારણે જ તે કોરોના વાઈરસનું મજબૂતીથી સામનો કરી શકે છે. ઉમાકાંત ત્રિપાઠીએ ‘ઈન્ડિયન સાયન્સ વાયર’ને જણાવ્યું કે,‘આ અભ્યાસમાં સામે આવેલા પરિણામ આશાજનક છે. આ અભ્યાસમાં કોઈ જ શંકા નથી. જોકે વધુ પૃષ્ટિ માટે લેબમાં આગળ પણ તપાસ કરતા રહીશું.’

ઓરિસ્સાની એક બાયોટેક કંપની IMGENEX India Pvt Ltdના ડિરેક્ટર ઓફ બાયોલોજીક્સ અશોક કુમારના સમર્થનથી આ ખાસ તત્ત્વ માટે લેબમાં રિસર્ચ ચાલી રહ્યું છે. રિસર્ચ ટીમે જણાવ્યું કે, કોમ્પ્યૂટર બેસ્ડ સ્ટડીઝ લેબમાં ટેસ્ટ અગાઉનો તબક્કો હોય છે. જો આ ટેસ્ટ સફળ રહે તો આ મામલે મોટી સફળતા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, કાળી મરી એક નેચરલ પ્રોડક્ટ છે જેની કોઈ આડઅસર પણ નથી.

હાલ સમગ્ર વિશ્વમાં 3.95 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, આ ઉપરાંત 11 લાખ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. આ દરમિયાન અમેરિકા, ચીન તથા બ્રિટેન જેવા દેશથી આ વર્ષના અંતે અથવા આગામી વર્ષના પ્રારંભે કોરોના વેક્સિન આવી જવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે ઑક્સફોર્ડ અને જ્હોનસન એન્ડ જ્હોનસનની વેક્સિનમાં સાઈડ ઈફેક્ટ દેખાયા બાદ એક્સપર્ટે ઉતાવળ બાબતે ચેતવણી આપી હતી.