કેમ સ્ટ્રેચર પર મુરતિયો લગ્નમંડપમાં પહોંચ્યો? શું હતું દુલ્હનનું રિએક્શન? વાંચો

રાજસ્થાનના ઉદેયપુરમાં એક લગ્નની ચારુબાજુ ચર્ચા થઈ રહી છે. જ્યાં દુલ્હો એમ્બ્યુલન્સ લઈને લગ્ન સ્થળે પહોંચ્યો હતો અને પછી સ્ટ્રેચરની મદદથી તેને મંડપ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. દુલ્હાની આ તાકાત જોઈ જોરદાર વખાણ થઈ રહ્યા હતાં. ઉદેયપુરમાં સિંધી સમાજના 25માં સામૂહિક વિવાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.


સિંધી સમાજના પ્રમુખ હરીશ રાજાનીએ જણાવ્યું હતું કે, લગ્ન સમારોહમાં એક એવો દુલ્હો પહોંચ્યો હતો જેના લગ્નના પાંચ દિવસ પહેલાં એક ઘટનામાં પગ ફ્રેક્ચર થઈ ગયા હતાં. દુલ્હા એમ્બ્યુલન્સ લઈને લગ્ન સ્થળે પહોંચ્યો હતો અને ફ્રેક્ચરવાળા પગ હોવા છતાં પણ તેણે સાત ફેરા લીધા હતાં અને તમામ રસમ પૂર્ણ કરી હતી.


મંગળવારે શિવરાત્રિના દિવસે હિરણમગરીના ખાનગી રિસોર્ટમાં યોજાયેલ પ્રસંગમાં એમ્બ્યુલન્સમાં દુલ્હાને લાવવામાં આવ્યો હતો પછી સ્ટ્રેચર પર સ્ટેજ સુધી પહોંચ્યો હતો. આ જોઈને દરેક મહેમાનો દંગ રહી ગયા હતાં. લગ્નના થોડા દિવસો પહેલાં જ રાહુલનું એક ઘટનામાં પગે ફ્રેક્ચર થયું હતું. ઓપરેશન બાદ તેના પગમાં રોડ નાખી હતી.


ત્યાર બાદ તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, પગમાં ઈજા પહોંચતા પરિવાર અને દુલ્હન રિતિકા પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યાર બાદ રાહુલ અને રિતિકાએ પહેલાથી નક્કી કરવામાં આવેલ મૂહુર્તમાં શિવરાત્રિના દિવસે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.


દુલ્હાને પહેલા એમ્બ્યુલન્સની મદદથી લગ્ન સ્થળે પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું ત્યાર બાદ મિત્રોએ સ્ટ્રેચરની મદદથી દુલ્હાને લગ્ન મંડપ સુધી પહોંચ્યો હતો. સમાજના સમૂહલગ્નમાં 5 જોડાએ લગ્નના ફેરા ફર્યા હતાં. આ કાર્યક્રમમાં 6 જોડાનું રજિસ્ટ્રેશન થયું હતું પરંતુ લગ્ન પહેલા જ 2 દુલ્હાનું એક્સીડેન્ટ થયું હતું. જેમાં એક દુલ્હાએ એમ્બ્યુલન્સમાં સવાર થઈને લગ્ન સ્થળે પહોંચ્યો હતો. લગ્ન બાદ દુલ્હો અને દુલ્હનના પરિવારજનો બહુ જ ખુશ હતાં.