Only Gujarat

National

ડૉક્ટર બનતાં જ આ યુવકે પ્રેમિકાને આપ્યો દગો પછી જે કર્યું એ જોઈ પ્રેમિકાને લાગ્યો આઘાત

મધ્યપ્રદેશના ધારમાં પ્રેમ અને બેવફાઇનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ તેના પ્રેમીનું 10 વર્ષ સુધી દરેક ખ્યાલ રાખ્યું હતું. MBBS અને PGની સ્ટડીનો ખર્ચો પણ ઉપાડ્યો. તેને પાક્કું મકાન બનાવી દીધું, બાઇક પણ અપાવ્યું. પ્રેમી ડૉક્ટર બની જતા લોન પર કાર પણ અપાવી દીધી, પણ પોતાના પગ પર ઊભો થયેલાં પ્રેમીએ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. હવે પ્રેમિકા ટીચરે પોતાના પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરી છે. પ્રેમિકાનો દાવો છે કે, તેણે આરોપીને 10 વર્ષ સુધી ભણાવ્યા ઉપરાંત તેના પર કુલ 46 લાખ રૂપિયાનો ખરચો પણ કર્યો હતો.


યુવતી બાળપણથી કરતી હતી પ્રેમ
આ દોસ્તી, પ્રેમ અને દગાની કહાણી ધાર જિલ્લાના ધરમપુરીના એક ગામની છે. બંને એક સાથે સ્કૂલમાં ભણ્યા અને હોંશિયાર હતાં. યુવતી વર્ષ 2009માં ટીચર બની ગઈ હતી. છોકરો ડૉક્ટર બનવા માંગતો હતો, પણ તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી. ગામમાં તેમનું એક મકાન હતું. એક જ સમાજના હોવાને લીધે છોકરીના ઘરે છોકરાનું આવવા-જવાનું હતું. બંને એકબીજાને પસંદ કરતાં હતાં. ઘરવાળા પણ રાજી હતા, પણ તેને દગો દીધો. હવે પીડિતાના રિપોર્ટ મુજબ ડૉક્ટર આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. આ પછી આરોપી ડૉક્ટર ફરાર છે.


પીડિત યુવતીએ જણાવ્યું કે, ” દિલીપ મારા પાડોશમાં રહેતો હતો. તે ભણવાં માટે આવ્યો હતો. અમે બંને એક જ સ્કૂલમાં ભણતાં હતાં. ઓળખથી આગળ વધીને અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતાં. દિલીપ મારી સાથે લગ્ન કરવા માગતો હતો. તેને નોકરી મળે પછી લગ્ન કરવાની વાત કરી હતી. મેં વર્ષ 2009માં શાસકીય સેવામાં ટીચર તરીકે જોઈન કર્યું હતું. હું ઇચ્છતી હતી કે, તે ભણી-ગણીને કંઈક બની જાય, એટલે મેં તેની સ્ટડીનો આખો ખરચો ઉપાડ્યો. ત્યાં સુધી કે તેનું ઘર પણ મારી સેલેરીમાંથી બનાવડાવ્યું. બાઇક અને કાર પણ અપાવી. ડૉક્ટરે લગ્નની વાત કરી મારી સાથે છેલ્લાં 10 વર્ષમાં ઘણીવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતાં.


મારા માતા-પિતાને નોકરી મળ્યા પછી લગ્ન કરવાનો ભરોસો અપાવતો હતો. વર્ષ 2017માં કોર્સ પુરો થયા પછી દિલીપ સેંધવા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરવા લાગ્યો હતો. ધીરે-ધીરે વાત કરવાનું ઓછું કરી દીધું અને લગ્નની ના પાડી દીધી. 21 જૂન 2021એ કહ્યા વગર તેને બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતાં. આ માહિતી આરોપીના મામા પાસેથી મળી હતી. પીડિતા મુજબ આરોપીએ વર્ષ 2010થી 2019 સુધી લગ્નનું પ્રોમિસ કરી મારી સાથે ઘણીવાર દુષ્કર્મ કર્યું હતું. પીડિતા હવે આરોપીને કડકમાં કડક સજા સાથે તેનું મેડિકલ કાઉન્સિલથી પ્રમાણપત્ર રદ કરવા માંગે છે.


પીડિતાએ 10 લાખ રૂપિયાનું મકાન પણ બનાવી દીધું
પીડિતાએ જણાવ્યું કે, જ્યારે અમારા બંનેના પરિજન લગ્ન માટે રાજી હતા. ત્યારે મેં પોતાની નોકરીમાંથી મળતાં પગારમાંથી જમન્યા સ્થિત ગામમાં દિલીપ માટે પાક્કું મકાન બનાવી દીધું હતું. આ માટે મેં લગભગ 8થી 10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. MBBS અને PGની ફી અને અન્ય ખર્ચો પણ લગભગ 25 લાખનો કર્યો હતો. લગભગ 1 લાખની બાઇક પણ અપાવી હતી. આ સાથે જ દિલીપે મને કારની વાત કરી તો લગભગ 10 લાખ રૂપિયાની કામ મેં તેને લોન પર અપાવી હતી. જેના હપ્તા આજે પણ મારા ખાતામાંથી કપાઈ રહ્યા છે.


આરોપીની શોધ ચાલુ છે.
દુષ્કર્મનો આરોપી ડૉક્ટર સેંધવા ફરિયાદ થયાં પછી ફરાર છે. ધરમપુરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ, આરોપીને શોધવાના પ્રયત્ન થઈ રહ્યા છે. જેની અમે ખૂબ જ જલદી ધરપકડ કરીશું.

You cannot copy content of this page