જુવાનજોધ દીકરો પરિણીત મહિલા સાથે ભાગી ગયો તો મા-બાપને ઈજ્જત જવાનું એવું ખોટું લાગ્યું કે…

દીકરો એક પરણિત મહિલાને લઇને ભાગી ગયો. આસપાસ થઇ રહેલી બદનામીના ડરથી દીકરાના માતા પિતાએ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો. આ ઘટના રાજસ્થાનના જોધપુર જિલ્લાની છે. શહેરમાં અનલોકની સાથે જ આત્મહત્યાના કિસ્સા પણ વધી રહ્યાં છે. આવી જ એક ઘટના જોધપુરના દેવનગર પોલીસ વિસ્તાર મસૂરિયામાં આવેલ શ્રમિકાપુરમાં બની છે. અહીં પતિ પત્નીએ તેમના રૂમમાં ફાંસી લગાવીની આત્મહત્યા કરી લીધી.

રવિવાર સવારે જ્યારે પરિજનોએ દરવાજો ખખડાવ્યો તો કોઇ જવાબ ન મળ્યો. જવાબ ન મળતાં જ્યારે તેમણે બારીમાંથી જોયું તો પતિ- પત્ની ફંદા પર લટકી રહ્યાં હતા. ત્યારબાદ પરિજનોએ આસપારના લોકો સહિત પોલીસને ઘટનાની સૂચના આપી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંને મથુરદાસ હોસ્પિટલ લઇ જવાયા. જો કે અહીં ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યાં.

બંનેના મૃતદેહને મથુરા દાસ હોસ્પિટલની મોર્ચરીમાં રાખવાામા આવ્યાં છે. બંનેના કોરોનાના ટેસ્ટિંગ બાદ ડેડબોડીને પરિવારને સોંપવામાં આવશે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક વિષ્ણુ દત્ત અને તેમની પત્ની મંજૂ દેવી ઘણા સમયથી તણાવમાં હતા. તેમનો દીકરો તાજેતરમાં જ એક પરણિત મહિલાને ભગાડીને લઇ ગયો હતો. ત્યારબાદ બંને માનસિક તણાવમાં જીવી રહ્યાં હતા.

આ કારણે બંનેએ આપઘાત કરી લીધો. હાલ મૃતકના ભત્રીજાની રિપોર્ટ પર પોલીસે કેસ નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.