Only Gujarat

Business

લોન લેવી છે અને સિબિલ સ્કોર ખબર નથી? Paytmથી માત્ર 60 જ સેકન્ડમાં જાણો

નવી દિલ્હીઃ મોબાઇલ વોલેટ એપ પેટીએમએ હવે સિબિલ સ્કોર ચેક કરવાની પણ સુવિધા લોન્ચ કરી છે. આપ ઘરે બેઠાં જ પેટીએમ એપની મદદથી સિબિલ સ્કોર ચેક કરી શકશો. હવે તમે યુઝર્સ ડિટેલમાં તમારો ક્રેડિટ રિપોર્ટ પણ જોઇ શકો છો. તેમના દ્વારા એક્ટિવ ક્રેડિટ કાર્ડ અને લોન એકાઉન્ટનો ક્રેડિટ રિપોર્ટ પણ જાણી શકાશે. કેવી રીતે પેટીએમ એપ દ્વારા સિબિલ સ્કોર ચેક કરી શકાશે.

આ રીતે ચેક કરો ક્રેડિટ અને સિબિલ સ્કોર – આ માટે સૌથી પહેલા પેટીએમ લોગિન કરવુ પડશે. ત્યારબાદ એપના હોમસ્ક્રિન પર More icon પર ટેપ કરો. – આ આઇકન પર ટેપ કર્યાં બાદ પાનકાર્ડ નંબર અને ડેટ ઓફ બર્થની વિગતો લખો અને ત્યારબાદ તેને સબમિટ કરો. – જો તમે નવા યૂઝર્સ હોવ તો પ્રોફાઇલ વેરીફિકેશન માટે એક ઓટીપી પણ આવશે. – આ તમામ પ્રક્રિયા બાદ આપનો સિબિલ સ્કોર આપની સામે હશે. – અહીં આપને ક્રેડિટ સ્કોર બતાવાની સાથે તેનાથી જોડાયેલી બીજી અનેક જાણકારી પણ મળશે.

શું છે સિબિલ સ્કોર? સિબિલ સ્કોરથી જૂના દેવા કે લોનની માહિતી મળે છે. આથી જ બેંકમાંથી લોન કે ક્રેડિટ કાર્ડ લેવું હોય તો સારો સિબિલ સ્કોર હોય તે જરૂરી છે. નિયમિત હપ્તા ભરવાથી ક્રેડિટ સ્કોર સારો રહે છે. સિબિલ સ્કોર 300થી 900 અંકની વચ્ચે હોય છે. જો સ્કોર 750થી વધુ હોય ત્યારે લોન મળવી તદ્દન સરળ બની જાય છે. જેટલો સારો સિબિલ સ્કોર તેટલી જ સરળાતથી લોન મળે છે. સિબિલ સ્કોર 24 મહિનાની ક્રેડિટ હિસ્ટ્રીના હિસાબથી બને છે.

સિબિલ સ્કોર સારો રાખવાનો ફાયદો શું છે? સિબિલ સ્કોરથી જૂની લોનની માહિતી મળે છે. આથી જ બેંકમાંથી લોન કે ક્રેડિટ કાર્ડ લેવું હોય તો સારો સિબિલ સ્કોર હોય તે જરૂરી છે. નિયમિત હપ્તા ભરવાથી ક્રેડિટ સ્કોર સારો રહે છે. જેટલો સારો સિબિલ સ્કોર તેટલી જ સરળાતથી લોન મળે છે.

સિબિલ સ્કોર કઈ બાબતો પર કેટલો આધારિત? – 30 ટકા સિબિલ સ્કોર એ વાત પર આધારિત છે કે તમે સમયસર લોન ભરી શકો છે કે નહીં? – 25 ટકા સિક્યોર્ડ તથા અનસિક્યોર્ડ લોન પર. 25 ટકા ક્રેડિડ એક્સપોઝર પર – 20 ટકા લોનના ઉપયોગ પર.

You cannot copy content of this page