Only Gujarat

International

પહેલી રાત્રે આ કપલે નવો અનુભવ લેવા કર્યું આવું, પછી દુલ્હનની હાલત થઈ જોવા જેવી

લગ્નનો દિવસ બાદ જ યુવક-યુવતી માટે ખાસ દિવસ હોય છે. કોઈ પણ લોકો આ દિવસને ખાસ બનાવવા માંગતા હોય છે. આ દિવસે એવું કંઈક કરે છે કે વેડિગ નાઈટને ખાસ બનાવી શકાય. ઘણીવાર વેડિંગને રાતે યાદગાર બનાવવા માટે દુલ્હા-દુલ્હનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડે છે. આવું જ કંઈક એક બ્રિટિશ દુલ્હન સાથે થયું, જ્યારે તે તેના પતિ સાથે સ્પર્ધા કરવાના ચક્કરમાં હોસ્પિટલ પહોંચી ગઈ છે.

દુલ્હા-દુલ્હન વચ્ચે ડાન્સની સ્પર્ધા
એક મીડિયા રિપોર્ટ અનુસાર, એવલિન મેકકુલ અને પીટર મેકકેપિનના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. એવલિન મેકકુલે કહ્યું હતું કે, વેડિંગ નાઇટ પર અડધીરાતે બેન્ડે વર અને કન્યાની ડાન્સ કોમ્પિટિશનની જાહેરાત કરી હતી. તેણે કહ્યું, ‘લગ્નમાં હાજર રહેલા મહેમાનોએ મને ખૂબ જ ઉત્સાહિત કરતા હું પણ ડાન્સ કરવા લાગી હતી કારણ કે હું પીટરને જીતવા દેવા માંગતી ન હતી.’

લગ્નની રાતે સ્ટ્રેચર પર હોસ્પિટલ પહોંચી
એવલિન મેકકુલ તેના ડાબા ખભામાં ઇજા થયા બાદ પીડાથી કણસતી હતી. આ પછી એવલીનને સારવાર માટે સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવી પડી હતી, જ્યાં રાતોરાત તેની સારવાર કરવામાં આવી હતી. એવલિનને બીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. એવલિને કહ્યું, ‘હોસ્પિટલનો સ્ટાફ ખૂબ જ સારો હતો. બીજા વોર્ડમાંથી એક નર્સ મને અભિનંદન આપવા આવી હતી. બીજી તરફ બીજી નર્સે મારા ડ્રેસના ખૂબ વખાણ કર્યા હતા.

પહેલા કોરોનાના કારણે અટક્યા હતા લગ્ન
એવલિન મેકકુલે કહ્યું કે લગ્નની રાતની દર્દનાક ઘટના સિવાય બીજું બધું ઘણું સારું હતું. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે કોરોના મહામારીને કારણે લગ્ન પહેલા સ્થગિત કરવા પડ્યા હતા, કારણ કે પીટર મેકકેપિન કોરોનાથી સંક્રમિત હતા.

You cannot copy content of this page