Only Gujarat

Bollywood

કરીનાના ચહેરા પર જોવા મળ્યો પ્રેગનેન્સીનો ગ્લો, બેબી બમ્પ સાથે લાગી સોહામણી

મુંબઈ: આખરે પ્રેગનેન્ટ કરીના કપૂર ખાને પોતાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તે હાલમાં દિલ્લીમાં આમિર ખાન સાથે શૂટ કરી રહી છે. શૂટિંગ સાથે જોડાયેલા કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોસમાં તે રેડ અને વ્હાઈટ પ્રિંટની ડ્રેસ પહેરેલી નજર આવી રહી છે. વાળમાં હેરબેંડ લગાવ્યું છે અને કોઈને તિરછી નજરોથી જોઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો લાંબા સમય બાદ સેટ પર શૂટિંગ કરવા માટે પહોંચેલી કરીના કામ ખતમ થયા બાદ થાકીને ઠુસ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે કોરોના લૉકડાઉન પહેલા કરીનાએ આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું. જો કે, હજી પણ શૂટિંગ સાથે જોડાયેલું ઘણું કામ બાકી છે.

શૂટિંગ માટે પહોંચેલી કરીનાના ચહેરા પર પ્રેગનેન્સીનો ગ્લો નજર આવી રહ્યો હતો. એટલું જ નહીં બેબી બમ્પ સાથે તે સુંદર દેખાઈ રહી હતી.

જણાવી દઈએ કે કરીનાનું શૂટિંગ દિલ્લીમાં અનેક દિવસો સુધી ચાલવાનું છે. ફિલ્મને દિલ્લીના અનેક વિસ્તારોમાં શૂટ કરવામાં આવશે. અહેવાલોનું માનીએ તો કેટલાક સીન કરીનાના એકલીના છે. તો કેટલાક તે આમિર ખાન સાથે શૂટ કરશે.

ફિલ્મના શૂટિંગ દરમિયાન કરીના દિલ્લીમાં નહીં પરંતુ પટૌડી પેલેસમાં રોકોઈ છે. સાથે પતિ સૈફ અને દીકરો તૈમૂર પણ છે.

મમ્મી કરીના શૂટ પર જાય ત્યારે પાપા સૈફ તૈમૂરનું ધ્યાન રાખે છે. જો કે આ દરમિયાન તૈમૂર પોતાની મમ્મીને ઘણું મિસ પણ કરે છે.

જણાવી દઈએ કે કરીનાની પ્રેગનેન્સનીને લઈને સૈફ કોઈ જ રિસ્ક નથી લેવા માંગતા. એટલે જ કરીના રોજ પટૌડી પેલેસથી કારમાં જ દિલ્લી શૂટ કરવા માટે જાય છે.

કરીના પ્રેગનેન્ટ છે એટલે પ્રોડ્યૂસર અને ડાયરેક્ટરની ઈચ્છા છે કે તેના ભાગનું શૂટિંગ જલ્દી પુરું થઈ જાય.

કેટલાક દિવસો પહેલા જ કરીના તમામ તામ-ઝામ સાથે દિલ્લી રવાના થઈ હતી. મુંબઈ છોડતા પહેલા તેણે પોતાના તમામ કામ પણ પતાવ્યા હતા.

આ મહિને સૈફ અને કરીનાની એનિવર્સરી પણ છે. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલ પટૌડી પેલેસમાં વેડિંગ એનિવર્સરી મનાવશે. આશા છે કે પરિવારના અન્ય લોકો પણ તેમાં સામેલ થશે.

એક ઈન્ટરવ્યૂમાં કરીનાએ પોતાની પહેલી પ્રેગનેન્સીને લઈને વાત કરી હતી. તેણે કહ્યું કે, તૈમૂરના સમયે લોકો મને ખૂબ જ ખાવાનું કહેતા હતા અને એટલે જ મારો વજન 25 કિલો વધી ગયો. હું ફરી એ જ નથી કરવા માંગતી. મને બસ હેલ્ધી ખાવું છે અને ફિટ રહેવું છે. તેણે કહ્યું હતું કે, મને લાગે છે કે પહેલી પ્રેગનેન્સી દરમિયાન સૌ કહેતા હતા કે પરાઠા ખાઓ, ઘી ખાઓ, દૂધ પીઓ. પરંતુ હવે હું કહું છું કે, મે પહેલા આ બધું કરેલું છે. હું જાણું છું મારા શરીરને શાની જરૂર છે.

 

 

You cannot copy content of this page