23 વર્ષ પહેલાં આ વ્યક્તિ સાથે હોટ અભિનેત્રી મલ્લિકાના થયા હતાં લગ્ન પણ આજે…..

મુંબઈઃ ફિલ્મ મર્ડરમાં ઇમરાન હાશમીની હીરોઈન મલ્લિકા શેરાવત 44 વર્ષની થઈ ગઈ છે. 24 ઑક્ટોબર 1976માં હરિયાણાના રોહતકમાં એક જાટ પરિવારમાં જન્મેલી મલ્લિકાનું સાચુ નામ રીમા લાંબા છે. ફિલ્મોમાં આવ્યાં પહેલાં તેમને પોતાનું નામ મલ્લિકા કરી લીધી હતું. રિપોર્ટ્સ મુજબ, મલ્લિકાની માએ તેને સપોર્ટ કર્યો પણ પિતા નહોતા ઇચ્છતા કે દીકરી ફિલ્મ લાઇનમાં આગળ જાય. આમ તો, મલ્લિકા આજે પણ ખુદને કુંવારી ગણાવે છે, પણ રિપોર્ટ્સ મુજબ તેમના લગ્ન 23 વર્ષ પહેલાં થઈ ગયાં હતાં.

મલ્લિકાએ વર્ષ 1997માં દિલ્હી બેસ્ડ પાઇલટ કરણ સિંહ ગિલ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્ન લગભગ 4 વર્ષ સુધી ટક્યા અને વર્ષ 2001માં બંનેના છૂટાછેડા થઈ ગયાં હતાં. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવે છે કે, મલ્લિકાને એક દીકરો પણ છે, પણ તે સત્ય શું છે, તે કોઈ જાણતું નથી.

મલ્લિકાની સાસુએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મલ્લિકા અમીર અને ફૅમશ બનવા માગતી હતી. તેને મારા દીકરા કરણ સાથે લગ્ન કર્યાં પણ તે એક ઇન્ડિપેન્ડન્ટ લાઇફસ્ટાઇલ જીવવા માગતી હતી. એટલા માટે તેણે કરણને છૂટાછેડા આપી દીધા. મલ્લિકા બાળપણથી સપના જોતી હતી અને તે હીરોઇન બનવા માગતી હતી. પછી તે હરિયાણાથી મુંબઈ આવી ગઈ.’

ઇન્ટરવ્યૂમાં મલ્લિકાની સાસુએ કહ્યું હતું કે, ‘અમે ઇચ્છતા હતાં કે, અમારા ઘરની વહુ મોર્ડન વિચારની હોય, આ સાથે જ તે પરિવારને પણ સંભાળે, પણ મલ્લિકાના સપના બિલકુલ અલગ હતાં.’

મલ્લિકા શેરાવતે દિલ્હીની પબ્લિક સ્કૂલ અને મિરાંડા હાઉસથી સ્ટડી કર્યું છે. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યાં પછી મલ્લિકાએ એર હોસ્ટેસ તરીકે જોબ શરૂ કરી હતી. જોબ દરમિયાન તેની મુલાકાત પાયલટ કરણ સિંહ ગિલ સાથે થઈ હતી.

મલ્લિકા હરિયાણાના ફૅમશ સોશિયલ એક્ટિવિસ્ટ અને ફ્રીડમ ફાઇટર સેઠ છજ્જૂ રામના પરિવારમાં જન્મી હતી. ભિવાની, હરિયાણાથી મલ્લિકા જોડાયેલી છે. આ મલ્લિકાનું પૈતૃક ગામ છે, જ્યાં તેમના વડવાઓ રહેતાં હતાં. મલ્લિકાના પરિવારમાં તેમના ઉપરાંત એક બહેન અને ભાઈ વિક્રમ લાંબા પણ છે.

મલ્લિકાના પિતા મુકેશ લાંબાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું તેને IAS બનાવવા માગતો હતો પણ તેની ઇચ્છા એક્ટિંગ કરવાની હતી. હું નહોતો ઇચ્છતો કે તે એક્ટિંગ કરે અને આ વાતને લીધે મેં નારાજ થઈને કહ્યું હતું કે, તે મારી સરનેમ લાંબા હટાવી દે.’ આ પછી દિલ્હીમાં સ્ટડી કરવા ગયેલી મલ્લિકાએ પરિવાર સાથે મળવાનું ઓછું કરી દીધું હતું.

મલ્લિકાએ ફિલ્મી કરિયરની શરૂઆતમાં તેમની નાનીના ઘરેણાં કામ આવ્યાં હતાં. આજ કારણે રીમા લાંબાએ પોતાના ફઇલ્મી કરિયર રીમા લાંબાની જગ્યાએ મલ્લિકા શેરાવત (સહરાવત મલ્લિકાની મા સંતોષનું ગોત્ર છે)ના નામથી શરૂ કર્યું.

મલ્લિકા થોડાં સમય પહેલાં ફ્રેન્ચ બિઝનેસમેન સાઇરિલ ઓક્સેનફેન્સને ડેટ કરી રહી હતી. જોકે, હવે તે સિંગ છે અને ફરીથી પ્રેમમાં પડવા માટે તૈયાર છે. તે કહે છે, ‘જાહેર રીતે હું ફરી પ્રેમમાં પડવા માગુ છું. રોમાન્સ ખૂબ જ સારો અને પ્રેરણાદાયક હોય છે પણ, કામમાંથી ટાઇમ મળે તો રોમાન્સ કરું ને’