Only Gujarat

FEATURED National

આ છે દેશના ‘બાહુબલી’, જાણો શું કરે છે તેમની પત્નીઓ, પતિ કરતાં સહેજ પણ ઊતરતી નથી

બિહારમાં જ્યારે ચૂંટણીની વાત આવે છે ત્યારે ત્યાંના બાહુબલિ ચર્ચાાં હોય છે. બિહારના આ બાહુબલિના ઉલ્લેખ વિના બિહારની રાજનૈતિક ગાથા અધૂરી છે. બિહારે રાજકારણના ક્ષેત્રે આ બાહુબલિના કેટલાક રંગો જોયા છે. આજે આ બાહુબલિની પત્નીઓ વિશે પણ થોડું જાણીએ કે, આ પત્નીઓએ કઇ બેઠક પરથી ચૂંટણી લડી અને કોને માત આપી હતી.

મોકામાના ધારાસભ્ય અનંત સિંહની પત્ની નિલમ સિંહ છે. 2019માં લોકસભા ચૂંટણી માટે અનંત સિંહે તેમની પત્ની માટે કોંગ્રેસ પાસેથી ટિકિટ માંગી હતી. નિલમ સિંહને ટિકિટ તો મળી પરંતુ તે ચૂંટણી જીતી ન શકી.

પૂર્વ સાંસદ અને બાહુબલી આનંદ મોહન જેલમાં છે. તેમની પત્ની જ તેમની રાજકીય વિરાસત સંભાળી રહી છે. પત્નીનું નામ લવલી આનંદ છે. જે પણ સાંસદ રહી ચૂકી છે.

જેલવાસ ભોગવી રહેલા પૂર્વ રાજદ સાંસદ શહાબુદ્દીનની પત્નીનું નામ હિના શહાબ છે. પતિની વિરાસતને આગળ વધારતા હિનાએ સીવાથી ત્રણ વખત લોકસભાની ચૂંટણી લડી પરંતુ તે હારી ગઇ.

કવિતા સિંહ બિહારની સીવાન લોકસભા સીટથી સાંસદ છે. કવિતા સિંહ બાહુબલિ અજય સિંહની પત્ની છે. કવિતાએ જેડીયુની ટિકિટ પર ચૂંટણી લડી હતી. અને આરજેડીની ઉમેદવાર હિના શહાબને ભારે મતોથી માત આપી હતી.

બાહુબલિ સૂરજભાન સિંહની પત્ની વીના દેવી છે. વીના દેવી મુંગેરથી સાંસદ છે. 2019માં તેમણે અનંત સિંહની પત્ની નિલમ સિહને પરાજીત કરી હતી.

પપ્પુ યાદવનું નામ બિહારના બાહુબલિમાં મોખરે છે. તેમની પત્નીનું નામ રંજિતા રંજન છે. રંજિતા રંજન લોકસભા સાંસદ રહી ચૂકી છે.

You cannot copy content of this page