Only Gujarat

Business

મુકેશ અંબાણીની લાડલીને પતિ આ રીતે ચીડવતો હતો, નીતા અંબાણીએ જ કર્યો ઘટસ્ફોટ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં ત્રણ બાળકો છે. આકાશ અને ઈશા બંને જોડિયા છે. તે બાદ અનંત અંબાણીનો જન્મ થયો હતો. આકાશ અને ઈશા બંનેનાં લગ્ન થઈ ચૂક્યા છે. ઈશા અંબાણીનાં લગ્ન પીરામલ ઈન્ડસ્ટ્રીનાં આનંદ પીરામલની સાથે થયા છે. નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુકે, આનંદ સાથે તેમના કેટલાં સારા સંબંધો છે અને તે પણ જણાવ્યુ હતુકે, કેવી રીતે તેણે ઈશાનો હાથ માંગ્યો હતો.

Femina મેગેઝીનને આપેલાં એક ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યુ હતું કે, આનંદ પીરામલનું સેંસ ઓફ હ્યુમર બહુ જ કમાલનો છે. તેઓ કહે છે કે, મારા સાસું મારા પહેલાં સારા મિત્ર છે.

નીતાના કહેવા મુજબ, આનંદ ઈશાને ઘણીવાર એવું કહીને ચીડવે છે કે, તે તેની મમ્મીને પુછ્યા વગર ક્યારેય કશું કરત નથી. નીતાએ જણાવ્યું હતું કે, આખો મામલો તે દિવસનો છે. જ્યારે આનંદે ઈશાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ઈશાએ આનંદ પિરામલનાં પ્રપોઝ કરવ પર કહ્યું હતું કે, તે મમ્મીને પુછ્યા વગર કોઈ નિર્ણય લઈ શકતી નથી.

ઈશાની આ વાત ઉપર આનંદે નીતાને કોલ કર્યો હતો. ત્યારે નીતા આઈપીએલ મેચ માટે ઈંદોર ગયા હતા. નીતાએ કહ્યુ, અચાનક આનંદ પીરામલનો કોલ આવ્યો અને તેમણે કહ્યુકે, શું તમે મને મળી શકો છો. તો મેં જવાબ આપ્યો કે મને મુંબઈ પાછા ફરતા ફરતા રાત્રિનાં 3 વાગશે. આનંદે કહ્યું ઠીક છે અને કોલ રાખી દીધો હતો.

નીતા મુજબ, જ્યારે તે ઘરે પહોંચી અને જોયું તો, આનંદ પીરામલ, આકાશ, શ્લોકા અને અનંતની સાથે મારી રાહ જોઈ રહ્યા હતા. મને તે દિવસે આનંદે જણાવ્યુકે, તેઓ ઈશાને પ્રેમ કરે છે. અને લગ્ન કરવા માંગે છે. તે દિવસે આનંદે મુકેશ અંબાણીની પરમિશન પણ લઈ લીધી હતી. અમે બધા ઘણા ખુશ થયા હતા.

નીતા અંબાણી મુજબ, આનંદમાં બહુજ વધારે ધૈર્ય છે અને તેમના સંસ્કાર પણ અમારા પરિવાર સાથે ઘણા મળતા આવે છે.

You cannot copy content of this page