Only Gujarat

National

મહિલા પ્રોફેસસે લારીમાંથી ફ્રુટ નીચે ફેંક્યા, પછી કહ્યું- હું કમિશ્નરની દીકરી છું, તું કંઈ નહીં કરી શકે

શિક્ષકના ખભા પર બાળકોને સંસ્કાર આપવાની જવાબદારી હોય છે. જોકે, હાલમાં જ એક ઘટના બની કે શિક્ષક પોતાના જ સંસ્કાર ભૂલી ગઈ. એક મહિલા પ્રોફેસરે ગુસ્સામાં આવીને ફળો વેચતા રેકડીવાળાના ફળો રસ્તા પર ફેંકી દીધા હતા. લારીવાળાનો વાંક એટલો જ હતો કે તેની લારી ભૂલથી પ્રોફેસરની કારને ટકરાઈ ગઈ હતી. કાર પ્રોફેસરના ઘરની બહાર ઊભી રહી હતી. ગુસ્સામાં લાલચોળ બનેલા પ્રોફસરે લારીવાળાને ધમકાવ્યો હતો અને રસ્તા પર ફ્રૂટ્સ ફેંકી દીધા હતા. પ્રોફસર એ હદે ગુસ્સામાં હતી કે રસ્તે ઊભા રહેલા લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો છતાં તે અટકી નહોતી.


આ શરમજનક ઘટના ભોપાલમાં બની હતી. કલેક્ટર અવિનાશ લવાનિયાએ આ ઘટનાને ગંભીર ગણી છે. તેણે લારીવાળા તથા મહિલા પ્રોફેસર અંગે માહિતી મેળવીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પીડિતે કહ્યું હતું કે મેડમના પતિએ પછી સોરી કહ્યું હતું, પરંતુ મેડમ માન્યા નહોતા.


ભોપાલના પિપલાણી પોલીસ સ્ટેશનની ઘટનાઃ આ ઘટના ભોપાલના પિપલાણી પોલીસ સ્ટેશના અયોધ્યા નગર વિસ્તારની છે. સવારે એક લારીવાળો ફ્રૂટ્સ વેચતો હતો. આ દરમિયાન તેની લારી કારને ટચ થઈ ગઈ હતી. આ કાર કોઈ મહિલા પ્રોફેસરની હતી. આ જોઈને પ્રોફેસર ઘરની બહાર નીકળી અને લારીવાળાને બેફામ બોલવા લાગી હતી. આટલું જ નહીં તેણે એક પછી એક એમ ફ્રૂટ્સ રસ્તા પર ફેંકવાનું શરૂ કર્યું હતું. લારીવાળો સાઇડમાં ઊભા રહીને રડમસ ચહેરે બધું જોતો હતો. મહિલા પ્રોફેસર ભોપાલની ટોપ યુનિવર્સિટીમાં ભણાવતી હોવાનું સામે આવ્યું છે. કાર રાજેશ તિવારીના નામે રજિસ્ટર્ડ છે.


પીડિતે કહ્યું, પતિે સોરી રહ્યું, મેડમ ના માન્યા
મહિલા પ્રોફેસરના ગુસ્સાનો ભોગ બનેલા અશરફે કહ્યું હતું કે આ ઘટના સાત-આઠ દિવસ જૂની છે. તે રોજની જેમ જ બપોરે 12 વાગે અયોધ્યા નગરના ભવાની ધામ વિસ્તારમાં ફ્રૂટ વેચવા ગયો હતો. આ દરમિયાન કોલોનીમાં રસ્તાની કિનારે ઊભેલી કાર સાથે લારી અથડાઈ હતી. મેડમ બહાર આવ્યા અને બોલવા લાગ્યા. તેમણે લારીમાંથી ફળો નીચે ફેંકવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ભીડ જમા થઈ ગઈ હતી. અનેક લોકોએ મેડમને આમ કરવાની ના પાડી હતી, પરંતુ તે માન્યા નહીં.


આની ફરિયાદ પિપલાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે મેડમ તથા તેના પતિને બોલાવ્યા હતા. તેમના પતિ કંઈક ઓળખીતા નીકળ્યા અને તે સરકારી અધિકારી છે. કયા વિભાગમાં છે તે ખબર નથી. તેમણે સોરી કહ્યું, પરંતુ મેડમ ના માન્યા. અંતે સમાધાન કરી લીધું હતું.

You cannot copy content of this page