વાસી રોટલી ખાવી નથી ગમતી? આ વાંચ્યા બાદ ફટોફટ ખાઈ જશો એ નક્કી!

અમદાવાદઃ સામાન્ય રીતે આપણે ઠંડું ભોજન એટલે કે સવારનું સાંજે ને સાંજનું સવારે ખાતા નથી. રોટલી પણ એમ વિચારીને નહીં ખાતા કે ક્યાંક વાસી ખાવાનું ખાવાથી બીમાર ના પડી જવાય. જોકે, તમને જ્યારે ખબર પડશે કે વાસી રોટલીના અનેક ફાયદા છે, તો તમે પણ વાસી રોટલી અને દૂધ ખાશો.


રોટલી વાસી હોવાથી તેમાં લાભદાયી બેક્ટિરયા આવી જાય છે. વાસી રોટલીમાં ગ્લુકોઝની માત્રા ઓછી હોય છે. આ જ કારણે વાસી રોટલી અને દૂધ સાથે ખાવાથી પેટની બીમારીઓમાં રાહત મળે છે. આટલું જ નહીં વાસી રોટલી અસિડિટી તથા કબજિયાતમાંથી છૂટકારો અપાવે છે. વાસી રોટલીમાં ફાઈબર યોગ્ય માત્રામાં હોય છે અને પાચન ક્રિયા સારી કરે છે.

આ ઉપરાંત વાસી રોટલી ડાયાબિટીઝ તથા બીપીને કંટ્રોલમાં રાખે છે. શરીરનું તપમાન પણ સંતુલિત રહે છે. વાસી રોટલી તથા દૂધ સાથે ખાવાથી ગરમીમાં હાઈ સ્ટ્રોક જેવી બીમારીનું જોખમ ઓછું કરે છે. આ સાથે જ પાતતાપણું દૂર થાય છે.


વાસી રોટલી ખાવાથી શરીરમાં તાકત વધે છે. જો તમે વધુ પડતાં પાતળા હોવ તો વાસી રોટલી સૌથી કારગર ઉપાય છે. વાસી રોટલી ખાવી ઘણી જ ફાયદાકારક છે. વાસી રોટલી પોષણથી ભરપૂર હોય છે. ઘઉંના લોટમાંથી બનાવવામાં આવેલી રોટલી પૌષ્ટિક તથા સુપાચ્ય હોય છે.

You cannot copy content of this page