Only Gujarat

National

ડૉક્ટરોનો અમાનવીય ચહેરો, મરેલું બાળક બે દિવસ ગર્ભમાં લઈને ફરવા મજબૂર થઈ મહિલા

છતીસગઢ બિલાસપુર જિલ્લા સ્વાસ્થ્ય વિભાગનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે. પ્રસવ પીડિત પત્નીની ડિલિવરી કરાવવા માટે પતિ પત્ની સાથે જિલ્લા હોસ્પિટલ ગયો હતો. જ્યાં ફરજ પર હાજર સ્ટાફે બાળક ગર્ભમાં જ મરી ગયું હોવાની વાત કરીને મહિલાને બિલાસપુર સિમ્સમાં રિફર કરી દીધી. જો કે અહીં આશ્ચ્રર્યની વાત તો એ છે કે, સમગ્ર કેસની જાણકારી મળ્યા બાદ સિ્મ્સમાં પણ મહિલાને દાખલ ન કરી. તો પીડિત પતિ એ જ અમ્બ્યુલન્સથી ગોરેલ સીએચસી હોસ્પિટલ પહોંચ્યો. જયાંથી તેમને જિલ્લા હોસ્પિટલ જવાનું કહ્યું. હોસ્પિટલના ધક્કા ખાઈને પરેશાન પતિએ આખરે પત્નીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવાનું નક્કી કર્યું, અહીં તગડી રકમ ચૂકવીને પત્નીની ડિલીવરી કરાવી અને મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો. આ રીતે આખરે મહિલાનો જીવ બચી ગયો.

આ સમય દરમિયાન મહિલા બે દિવસ સુધી મતૃ બાળકને ગર્ભમાં લઇને ભટકતી રહી. આ શરમજનક ઘટના ગોરેલા જનપથ ગ્રામ પડવનીયાની છે. ગર્ભવતી મહિલા પત્નીને આઠમાં માસે બુધવારે સવારે લગભગ 10 વાગે પ્રસવ પીડા શરૂ થતાં પતિ શ્રવણ તેમને લઇને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું હતું કે, બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થઇ ગયું છે. કેસ ક્રિટિકલ હોવાની વાત કહેતા. જિલ્લા હોસ્પિટલ પ્રસાશને ગર્ભવતીને બિલાસપુર રિફર કરી દીધી. તેમને 108થી સિમ્સ મોકલાઇ.

પતિએ જણાવ્યું કે, સિમ્સના તબીબોએ લોકડાઉન અને કોરોનાનું બહાનું કરીને પત્નીને ભરતી કરવાનો ઇન્કાર કરી દીધો. આ સ્થિતિમાં પતિ ગુરૂવારે સવારે 108 એમ્બ્યુલન્સમાં પત્નીને લઇને બિલાસપુરથી ફરી ગોરેલા સીએચસીમાં પહોંચ્યો. સીએચસીમાં પણ તબીબોએ મહિલાનું ઓપરેશન કરવાની મનાઇ કરી દીધી. ત્યારબાદ પતિ પત્નીને લઇને ગોરેલાની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યો. જ્યાં ડિલિવરી કરવાના 20 હજાર રૂપિયા લેવામાં આવ્યાં. મહિલાને ત્રણ યૂનિટ લોહી પણ ચઢાવ્યું.

જીપીએમ હોસ્પિટલે સોનોગ્રાફી પણ ન કરી
પીડિત પતિએ જણાવ્યાં મુજબ, જ્યારે પતિ હોસ્પિટલ પત્નીને લઇને પહોંચ્યો તો પહેલા સોનોગ્રાફી કરાવવાનું કહ્યું હતું. તે સમયે જિલ્લા હોસ્પિટલમાં સોનાગ્રાફી કરનાર હાજર ન હોવાથી સોનાગ્રાફી પણ ન થઇ શકી. ત્યારબાદ ચેકઅપમાં જાણવા મળ્યું કે, બાળકનું ગર્ભમાં જ મોત થઇ ગયું છે. તેના કારણે મહિલાને બિલાસપુર રિફર કરી દેવાઇ. તે સમયે ફરજ પર ડોક્ટર અંકુર અને ડોક્ટર સુભદ્રા પેકરા હતા.

પતિએ કહ્યું, ‘પત્નીનો જીવ બચાવવા માટે ખાનગી હોસ્પિટલ લઇ ગયો’
પતિએ જણાવ્યું કે, સીએચસીમાં જ્યારે ડિલિવરી માટે ઇન્કાર કરી દીધી તો કેટલાક લોકો ત્યાં આવી ગયા અને તેમને જણાવ્યું કે, પ્રાઇવેટ હોસ્પિટલ છે. ત્યાં લઇ જાવ ડિલિવરી કર કરાવી દેશે. જેથી મહિલાની જિંદગી બચી જશે. પતિએ જણાવ્યું કે, ત્યારબાદ લોકોએ ખાનગી હોસ્પિટલમાં ફોન કરીને ઘટનાની જાણ કરી. ત્યાર બાદ પતિ પત્નીને લઇને પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચ્યો જ્યાં વીસ હજાર ચૂકવ્યાં બાદ ડિલિવરી કરાવીને મહિલાની જિંદગી બચાવી શકાય.. હોસ્પિટલની બેદરકારીના કારણે ગર્ભમાં મૃત શિશુને લઇને મહિલા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકતી રહી.

બીએમઓએ ફરી સીએચસી લઇ જવાની વાત કહી
ગોરેલા સીએચસીમાં જ્યારે પતિ મહિલાને લઇને પહોંચ્યો ત્યારે ડયૂટી પર બીએમઓ અમર સેંદરામ છે. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં કોઇ ગાયનોકોલોજિસ્ટ સર્જન નથી. તેના કારણે દાખલ નહીં કરી શકાય. તેના કારણે જિલ્લા હોસ્પિટલ રિફર કરવું પડશે. ત્યારે પતિએ જણાવ્યું કે જિલ્લા હોસ્પિટલથી સિમ્સમાં રેફર કરાઇ હતા. ત્યાંથી જ ફરી તે સીએચસી આવ્યો છે.

બાળક પેટમાં જ મરી ગયું, ક્રિટિકલ કેસ હતો એટલે સિમ્સમાં કરી રિફર
જ્યારે મહિલા મારી પાસે આવી ત્યારે તેમનું બાળક પેટમાં મરી ગયું હતું. હિમોગ્લોબિનની પણ કમી હતી. આઠ મહિનાની ગર્ભવતીનો કેસ જટિલ હોય છે. તેના કારણે મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમને બિલાસપુર સિમ્સમાં રિફર કરાઇ હતી.- ડ્યૂટી ડોક્ટર સુભદ્રા પેકરા, એમબીબીએસ, સ્ત્રી રોગ

 

You cannot copy content of this page