Only Gujarat

Bollywood

ફિલ્મ મેકર સાજિદ ખાન સાથે રિલેશનમાં રહી ચૂકી છે ગૌહર, ફેશન શોમાં બધાની સામે ફાટી ગયું હતું સ્કર્ટ

બિગ બૉસ 7ની વિજેતા રહી ચૂકેલી ગૌહર ખાન આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહી છે. ગૌહરે મોડેલિંગથી શરૂઆત કરી હતી. જે બાદ તે અનેક ટીવી શો અને ફિલ્મોમાં નજર આવી ચુકી છે. મોડેલિંગ કરિયર દરમિયાન વૉર્ડરોબ માલ ફંક્શન બાદ એક્ટ્રેસે સ્ટેજથી દૂરી બનાવી લીધી હતી. પરંતુ બાદમાં ઉત્સાહ સાથે ફરીથી આવી અને પહેચાન બનાવી. આવો જાણીએ કેવી રીતે આ અભિનેત્રી રહી ચર્ચામાં…

રિલેશનશિપ
સાજિદ ખાન- ગૌહર ખાન લાંબા સમય સુધી ફિલ્મ મેકર સાજિદ ખાન સાથે રિલેશનમાં રહી ચુકી છે. બંનેની સગાઈ પણ થઈ હતી પરંતુ લગ્ન પહેલા સંબંધો તૂટી ગયા. સાજિદ ખાન પર 2018માં મીટૂના અંતર્ગત શારીરિક શોષણના પણ આરોપો લાગ્યા છે.

કુશલ ટંડન- કુશલ અને ગૌહરની મુલાકાત બિગ બૉસ 7માં થઈ હતી. બંને શો દરમિયાન નજીક આવ્યા અને પ્રેમમાં પડ્યા. જો કે શોના કેટલાક મહિના બાદ બંનેના સંબંધો લડાઈના કારણે સમાચારોમાં આવ્યો અને બાદમાં બંને અલગ થઈ ગયા. બંને રાહત ફતેહ અલી ખાનના ગીત ઝરૂરી થામાં નજર આવ્યા હતા.

જૈદ દરબાર- તાજા ખબરો અનુસાર હાલ ગૌહર મ્યુઝિક કમ્પોઝર ઈસ્માઈલ દરબારના દીકરા જૈદને ડેટ કરી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે તે ગૌહરથી 12 વર્ષ નાનો છે. બંને અનેક વાર સાથે જોવા મળી ચુક્યા છે. જો કે તેના પર કોઈ પુરતી જાણકારી નથી મળી.

વિવાદો
વૉર્ડરોબ માલફંક્શન- લેકમે ફેશન વીક દરમિયાન ગૌહર ખાન સાથે શરમ આવે તેની ઘટના બની હતી. અભિનેત્રીએ આ શોમાં બૉડી ફિટેડ સ્કર્ટ પહેર્યું હતું જે વૉક દરમિયાન ફાટી ગયું. આ વૉર્ડરોબ માલફંક્શને તેના પર ઘેરી અસર કરી અને અનેક વર્ષો સુધી તે સ્ટેજથી દૂર રહી. બાદમાં તે ફરી સ્ટેજ પર પાછી આવી.

રિયાલિટી શોના રિલેશનથી ચર્ચામાં
ગૌહર ખાને ટીવી રિયાલિટી શો બિગ બૉસ 7માં ભાગ લીધો હતો. આ દરમિયાન એક્ટ્રેસે ટીવી એક્ટર કુશલ ટંડનથી તેની નિકટતાની ચર્ચા થઈ હતી. બંને ક્વોલિટી ટાઈમ પસાર કરતા જોવા મળ્યા હતા.

કુશલનું ધર્મ પરિવર્તન કરાવવા ઈચ્છતી હતી.
કુશલ અને ગૌહર શો બાદ પણ લાંબા સમય સુધી સાથે હતા. બંને મ્યુઝિક આલ્બમમાં પણ નજર આવતા હતા. પરંતુ કેટલાક દિવસોમાં ખબર આવી કે તેમણે બ્રેકઅપ કરી લીધું છે. કુશલે જણાવ્યું કે, અભિનેત્રીએ તેના પર ધર્મ પરિવર્તન કરાવવાનું દબાણ કર્યું હતું, જેનો તેણે ઈન્કાર કરી દીધું. જો કે બાદમાં એક્ટરે તેને અફવા ગણાવી હતી.

સ્ટેજ પરફૉર્મન્સ દરમિયાન પડી થપ્પડ
એક્ટ્રેસે ઈન્ડિયાઝ રૉકસ્ટાર શોમાં પરર્ફોર્મ કર્યું હતું. જ્યા તેણે પરફૉર્મન્સ દરમિયાન જ એક શખ્સે થપ્પડ મારી હતી. એક્ટ્રેસ સ્તબ્ધ થઈ ગઈ હતી. બાદમાં ખબર પડી કે તેનું નામ આકિબ ખાન હતું જેણે અભિનેત્રીને ટૂંકા કપડા પહેરવા માટે થપ્પડ મારી હતી. આરોપીનું માનવું હતું કે મુસ્લિમ થઈને તેણે નાના કપડા ન પહેરવા જોઈએ.

બિકિની શૂટ માટે ઘરવાળાનો ગુસ્સો સહન કર્યો
અભિનેત્રીએ વર્ષ 2011માં ટીવી રિયાલિટી શો ખાન સિસ્ટર્સમાં પોતાની મોટી બહેન નિગાર ખાન સાથે નજર આવી હતી. તે દરમિયાન તેણે એક બિકિની ફોટાશૂટ કરાવ્યું હતું. જેના કારણે ઘરના લોકો ખૂબ જ નારાજ થયા હતા. ફોટોશૂટની તસવીરો ઘર સુધી પહોંચી હતી. જેથી નિગારે પણ તેને ખૂબ જ સંભળાવ્યું હતું.

You cannot copy content of this page