આ એક ખાસ કારણે 12 વર્ષ નાના અર્જુનને પોતાનું બધું આપી ચૂકી છે મલાઇકા અરોરા

આવનારા દિવસોમાં ઘણાં બોલિવૂડ સ્ટાર્સના લગ્ન થવાના છે. એક્ટ્રેસ મલાઇકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર પણ આ લિસ્ટમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે, બંને કલાકાર એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે અને ફેન્સને આ કલાકારોના લગ્નની રાહ જોઈ રહ્યા છે. બંને આ વાતને સ્વીકારી ચૂક્યા છે અને તે લગ્ન કરશે. અત્યારસુધી એવું નક્કી થયું નથી કે, તે લગ્નના બંધનના બંધાશે.

મલાઇકાના બીજા લગ્ન થશે
ઉલ્લેખનીય છે કે, મલાઇકા જો અર્જુન સાથે લગ્નના બંધનમાં બંધાય છે તો તેના બીજા લગ્ન હશે. આ પહેલાં તે એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કરી ચૂકી છે. જોકે, બંનેએ પછી છૂટાછેડા લઈ લીધા હતાં. અરબાઝ અને મલાઇકાએ વર્ષ 1998માં 5 વર્ષ લાંબા અફેર પછી ક્રિશ્ચિયન અને મુસ્લિમ રીતિ રિવાજથી લગ્ન કર્યા હતાં. પણ કોઈ કારણે બંનેએ વર્ષ 2017માં છૂટાછેડા લઈ લીધા હતા અને બંને પોતાની લાઇફમાં આગળ વધી ગયા હતાં.

છૂટાછેડા પછી અર્જુનને ડેટ કરી રહી છે મલાઇકા અરોરા
મલાઇકા અરોરાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા પછી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેના સંબંધમાં લગભગ 4 વર્ષનો સમય થઈ ગયો છે. પહેલાં તો બંને પોતાનો સંબંધ દુનિયાની સામે છુપાવ્યો હતો. પણ પછી પોતાના પ્રેમ સ્વીકાર્યો હતો અને હવે બંને જાહેરમાં એક બીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. બંનેની જોડી બોલિવૂડમાં પણ લોકપ્રિય છે અને ચર્ચામાં રહે છે.

બંનેની ઉંમરમાં 12 વર્ષનો ફેર છે
ઉલ્લેખનીય છે કે, મલાઇકા અરોરા અને અર્જુન કપૂરની ઉંમરમાં લગભગ 12 વર્ષનો ફેર છે. અર્જુન 36 વર્ષનો છે તો મલાઇકા અરોરા 48 વર્ષની થઈ ગઈ છે. આ ઉપરાંત બંને વચ્ચે ખૂબ જ પ્રેમ છે અને બંને આ વાતની ચિંતા કરતાં નથી કે, તેમની ઉંમર કેટલી છે.

મલાઇકાને નાના છોકરા પસંદ છે.
અર્જુન કરતાં મલાઇકા 12 વર્ષ મોટી હોવા છતાં કોઈ ફેર પડતો નથી. મલાઇકાને પણ આ વાતથી કોઈ મતલબ નથી કે, તે 12 વર્ષ નાના છોકરા અર્જુનને ડેટ કરી રહી છે. કેમ કે તે કહી ચૂકી છે કે, તેને નાના છોકરા ખૂબ જ પસંદ છે. તેમને આ પાછળ એક રસપ્રદ કારણ હોવાનું જણાવ્યું હતું કે, ઉંમરમાં નાના છોકરા ખૂબ જ સમજદાર હોય છે. અત્યારે તે ખુદ નાના અર્જુન કપૂર સાથએ લગ્નના બંધનમાં બંધાવવા લાગી છે.

લગ્નના સવાલ પર મલાઇકા-અર્જુનની પ્રતિક્રિયા
એકવાર અર્જુનને મલાઇકા સાથેના લગ્ન સંબંધમાં સવાલ કરવામાં આવ્યો હતો તો તેમણે કહ્યું હતું કે, હું જ્યારે લગ્ન કરીશ તો દરેકને જણાવીશ. તો મલાઇકાએ કહ્યું હતું કે, ઇન્ડિયન વેડિંગ પણ સારા હોય છે જોકે, હું ક્રિશ્ચિયન રીતિ રિવાજથી લગ્ન કરવા માગીશ.

You cannot copy content of this page