મુશ્કેલ સમયમાં જેઠાણી નીતાએ આપ્યો છે દેરાણી ટીનાને સાથે, બંને વચ્ચે છે ખાસ સંબંધ

મુંબઈઃ દેશના સૌથી ધનાઢ્ય અંબાણી પરિવારની પ્રતિષ્ઠા ઘણી છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી દેશ જ નહીં દુનિયાના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિની યાદીમાં સામેલ છે. તેમનો નાનો ભાઇ અનિલ અંબાણીનો સિતારો હાલ ડૂબેલો છે. જોકે તેમ છતાં પણ બંને ભાઇઓમાં સારા સંબંધ છે. મુકેશ અંબાણીએ સંકટ સમયે હંમેશાં અનિલ અંબાણીની મદદ કરી છે. તેમજ અંબાણી ફેમિલીની બંને વહુ નીતા અને ટીના અંબાણી વચ્ચે પણ સારી બોન્ડિંગ છે. બંને ભાઇના બિઝનેસના ભાગલા બાદ એવો અનુમાન લગાવાયો હતો કે બંને ભાઇ વચ્ચેના સંબંધો વણસી ગયા છે પરંતુ તે ખોટું સાબિત થયું છે.

અલગ છે બેકગ્રાઉન્ડ: નીતા અંબાણી અને ટીના અંબાણીનું બેકગ્રાઉન્ડ તદન અલગ છે પરંતુ જ્યારે વાત બંનેની બોન્ડિંગની આવે છે, તો પારિવારિક સામારોહ અને કેટલાક અવસરો પર બંને એકબીજાની સાથે જ જોવા મળે છે. આ જોતા એવું સાબિત થાય છે કે જેઠાણી નીતા અંબાણી અને દેરાણી ટીના અંબાણી વચ્ચે સારૂ બોન્ડિંગ છે.


ફેમિલી ફંક્શન્સમાં સાથે જોવા મળે છે: નીતા અંબાણી અને ટીના અંબાણી ફેમિલીમાં થનાર અનેક ફંકશનમાં સાથે જ જોવા મળે છે. બંને વચ્ચે ક્યારેય એવી વાત નથી સાંભળી કે ક્યાંય બંનેના સંબંધોમાં તણાવ હોય.

સાસુમાની સાથે: દરેક ખાસ અવસરે ટીના અંબાણી અને નીતા અંબાણી તેમની સાસુ કોકિલાબેન સાથે જોવા મળે છે. બંને તેમની સાસુમાનો સારી રીતે ખ્યાલ રાખે છે. જ્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે ભાગલાની વાત આવી તો આ સમયે કોકિલાબેને તેનું સારી રીતે સમાધાન શોધી કાઢ્યું હતું અને બંને ભાઇઓ વચ્ચે કડવાશ પેદા ન હતી થવા દીધી.

ઘણી વખત મળવાનો મળે છે મોકો: બિઝનેસની વ્યસસ્તાની વચ્ચે પણ સમય કાઢીને બંને ભાઇઓ મુકેશ અને અનિલ તેમની પત્નીઓની સાથે ઘણી વખત એક-બીજાને મળે છે. ખાસ અવસરે તો તેઓ સાથે જ જોવા મળે છે.

એક ઇવેન્ટમાં: આ તસવીર ખૂબ જ જુની છે. નીતા અંબાણી અને ટીના અંબાણી એક ઇવેન્ટમાં તેમની સાસુ કોકિલાબેનની સાથે સામેલ થઇ હતી. આ તસવીર જોતા પણ ખ્યાલ આવે છે કે બંને વચ્ચે સારૂ બોન્ડિંગ છે.

એક ફંકશનમાં: એક ફંકશનમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનિલ અંબાણી અને ટીન અંબાણી સાથે સાથે જોવા મળ્યાં હતા. આ તસવીર પરથી સાબિત થાય છે કે બંને ભાઇઓ અને દેરાણી-જેઠાણી વચ્ચે પણ ખૂબ જ સારા સંબંધો છે.


સમય સાથે બદલાયો લૂક: ટીના અંબાણી ફિલ્મ સ્ટાર હતી અને તેમના ગ્લેમરનો કોઇ જવાબ નહીં. તો બીજી બાજુ નીતા અંબાણીની લાઇફ ખૂબ સિમ્પલ હતી. જો કે સમય સાથે તેમના લૂકમાં ઘણો ચેન્જ આવ્યો. નીતા અંબાણીએ પણ તેનો લૂક તદન ચેન્જ કરી દીધો છે. નીતા અંબાણી ટીના અંબાણી કરતા ગ્લેમરસ પણ જોવા મળે છે પરંતુ તેમના સંબંધ પર આવી બાબતોની કોઇ સઅસર થતી નથી.

ગ્લેમરસ છે લાઇફસ્ટાઇલ: નીતા અંબાણી અને ટીના અંબાણીની લાઇફસ્ટાઇલ ખૂબ ગ્લેમરસ છે. એ જુદી વાત છે કે, સમય સાથે ટીના અંબાણીનું લૂક બદલાયું છે. જો કે તેની સુંદરતા યથાવત છે. તો બીજી તરફ નીતા અંબાણીએ પણ પોતાની જાતને સંપૂર્ણ રીતે બદલી દીધી છે.

જેઠાણી-દેરાણી કરે છે ધમાલ: અંબાણી ફેમીલિમાં કોઇ મોટું ફંકશન હોય ત્યાં જેઠાણી નીતા અંબાણી અને દેરાણી ટીના અંબાણીની મોજ મસ્તી જોવા મળે છે. ઇશા અને આકાશ અંબાણીના લગ્નમાં બંનેએ સાથે ડાન્સ કર્યો હતો. અનિલ અંબાણી પણ ખૂબ જ ખુશમિજાજ સ્વભાવના છે. આવા અવસરે તે પણ મસ્તીના મૂડમાં આવી જાય છે.


સુંદરતામાં બંને એકબીજાથી કમ નથી: સુંદરતાના મામલે ટીના અંબાણી અને નીતા અંબાણી એક બીજાથી જરા પણ કમ નથી. જો કે ટીના અંબાણી ફિલ્મ સ્ટાર રહી ચૂકી છે, તેથી તેનો નિખાર કંઇક અલગ જ છે. પરંતુ નીતા અંબાણીની સુંદરતા પણ કોઇ ફિલ્મ એક્ટ્રેસથી કમ ન આંકી શકાય.


હમ સાથ-સાથ હૈ: નીતા અંબાણી અને ટીના અંબાણીને તેના દરેક ફંકશનમાં સાથે જોવા મળે છે. બંને એકબીજાનો ખ્યાલ પણ રાખે છે. ટીના અંબાણી તેમની જેઠાણી નીતા અંબાણી ખૂબ જ રિસ્પેક્ટ કરે છે.