ખિલાડી કુમાર અક્ષયની પત્નીમાં ભૂતનો વાસ? દીકરાએ કર્યો સનસનીખેજ ખુલાસો

મુંબઈઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અક્ષય કુમાર જ એક એવા એક્ટર છે જેમની બેક ટૂ બેક ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં સૂર્યવંશી, બેલ બોટમ, અતરંગી રે અને પૃથ્વીરાજ ચૌહાણ સામેલ છે. તે અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડેનું શૂટિંગ જેસલમેરામં કરી રહ્યાં છે. આ દરમિયાન અક્ષયની પત્ની ટ્વીન્કલ ખન્ના અંગે રસપ્રદ કિસ્સા સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યાં છે. આ કિસ્સો અક્ષય અને ટ્વિન્કલના દીકરા આરવ ભાટિયાએ શેર કર્યો છે. આરવે તેની મમ્મી ટ્વિન્કલ વિશે એકવાર ખુલાસો કર્યો હતો કે, જેને સાંભળી દરેક લોકો હેરાન થઈ ગયાં હતાં. તો આવો અમે તમને આ કિસ્સા વિશે જણાવીએ.

ટ્વિન્કલે તેમના ઇન્સ્ટાગ્રામ પર હાલમાં જ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે જેના વિશે સાંભળી ફેન્સ અને ફ્રેન્ડ હસવાનું રોકી શકતાં નથી. દીકરાનો ઉલ્લેખ કરતાં ટ્વિન્કલે જણાવ્યું કે, આરવે તેમની ફેમિલી ચેટમાં અફવા ફેલાવી દીધી કે, તેમને ભૂત વળગ્યું છે અને એક્સરસાઇઝ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

ટ્વિન્કલે પોતાની પોસ્ટમાં લખ્યું કે, જ્યારે તમારો દીકરો હોય, જે પરિવારની ચેટમાં આવી વસ્તુ નાખે છે, તો તમારે દુશ્મનની શું જરૂર છે. આમતો, હું અને મારો દીકરો ઓવર રિવર્સ ડમ્બલ ફ્લાઇ એક્સરસાઇઝ કરી રહ્યા હતાં. આ વિશે મને એક પણ વર્ષથી ખબર પણ નહોતી.

આરવે શેર કરેલાં ફોટોમાં ફેમિલી ચેટમાં પોસ્ટ કરી લખ્યું કે, પાડોસીઓએ ટ્વિન્કલ ખન્નાને કથિત રીતે ભૂત વળગ્યું હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે. કોમ્યુનિટી ગાર્ડનમાં તે કેવી વિચિત્ર હરકત કરી રહી છે.

આમ તો, અક્ષયની પત્ની ટ્વિન્કલ એક રાઇટર, કોલમિસ્ટ, ઇન્ટેરિઅર ડિઝાઈનર, ફિલ્મ પ્રોડ્યુસર અને એક્ટ્રસ છે. વર્ષ 2015માં તેમણે પોતાની પહેલી ફિક્શન બૂક મિસેજફનીબોન લખી હતી. જે પછી તે એક બેસ્ટ બૂકસેલર જાહેર થઈ હતી.

ટ્વિન્કલ ખન્નાએ વર્ષ 1995માં આવેલી ફિલ્મ બરસાતથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન સહિત ઘણાં મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી હતી પછી તેમણે ઇન્ડસ્ટ્રીમાં સળફતા મળી નહોતી.

વર્ષ 1998માં તે અક્ષય કુમાર સાથે ફિલ્મ ઇન્ટરનેશનલ ખિલાડીમાં જોવા મળી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અક્ષય અને ટ્વિન્કલ ખન્ના એકબીજાની નજીક આવી ગયાં હતાં. પછી અક્ષયે ટ્વિન્કલ ખન્નાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

ટ્વિન્કલે અક્ષય સામે શરત રાખી હતી કે, તેમની ફિલ્મ મેલા ફ્લોપ થઈ તો તે લગ્ન કરી લેશે. વર્ષ 2000માં આવેલી આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ અને વર્ષ 2001માં અક્ષય અને ટ્વિન્કલ ખન્નાએ લગ્ન કરી લીધા હતાં.

ટ્વિન્કલે પોતાના કરિયરમાં જાન, દિલ તેરા દિવાના, ઇતિહાસ, જબ પ્યાર કિસી સે હોતા હૈ. જુલ્મી, બાદશાહ, યે હૈ મુંબઈ મેરી જાન, જોરુ કા ગુલામ, જોડી નંબર 1, લવ કે લિયે કુછ ભી કરેગા સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટિંગથી દૂર થયાં પછી તેમણે તીસ મારખાં, પટિયાલા હાઉસ, ખિલાડી 786, હોલિડે, દિલવાલે, પેડમેન સહિતની ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

વાત અક્ષયની કરીએ તો તેમની 11 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. 100 કરોડવાળી તેમની પહેલી ફિલ્મ હાઉસફુલ 2 છે. તે બોલિવૂડના એકમાત્ર એવા સુપરસ્ટાર છે. જેમણે વર્ષમાં 3 ફિલ્મોએ 200 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે તેમની ફિલ્મ મિશન મંગલ, હાઉસફુલ 4 અને ગૂડ ન્યૂઝ 200 કરોડથી વધારે કલેક્શન કર્યું છે.

You cannot copy content of this page