Only Gujarat

Gujarat

અમદાવાદ: પોશ વિસ્તારમાં પોલીસ અધિકારીને યુવતીનું એક્ટિવા ટોઈંગ કરવું ભારે પડ્યું? જાણો કેમ

અમદાવાદ: શનિવારે અમદાવાદના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગરમાં બે યુવતીઓ શોપિંગ કરવા માટે આવી હતી ત્યારે તે બન્ને યુવતીઓ નો પાર્કિંગ ઝોનમાં એક્ટિવા પાર્ક કરીને શોપિંગ કરવા અંદર જતી રહી હતી જેથી પોલીસે તેને જવાબદારીના ભાગરૂપે ત્યાંથી વાહન ટોઈંગ કરી પ્રહલાદનગર ટોઈંગ સ્ટેશન લઈ ગઈ હતી.

ત્યાર બાદ બન્ને યુવતીઓ વાહન છોડાવવા માટે ટ્રાફિક સ્ટેશને પહોંચી હતી જ્યાં બન્ને યુવતીએ પોલીસને શરૂઆતમાં ત્યાં પડેલ ફોર વ્હીકલ શા માટે ટોઈંગ કરતા નથી તેવું કહીને બન્ને યુવતીઓ ગુસ્સે થઈને પોલીસકર્મી સાથે મારામારી કરી હતી.

બન્ને યુવતીઓના આક્ષેપ મુજબ, પોલીસે બન્ને યુવતીઓ સાથે મારમારી કરી બિભસ્ત વર્તન કર્યું હતું અને ગાળો પણ આપી હતી. જોકે સમગ્ર ઘટનામાં હાલ પોલીસ પણ સામે બન્ને યુવતીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં બન્ને યુવતીઓને સમજાવવામાં આવી હતી કે ફોર વ્હીકલ ટોઈંગ કરવાની જવાબદારી અન્ય વિભાગની આવે છે. સામે આપનું વાહન અડચણ રૂપ હતું જેથી અમે વાહન ટોઇંગ કર્યું હતું.

નિયમો પ્રમાણે તમારે 750 રૂપિયા દંડ ભરવાનું કહ્યું હતું જે સાંભળી બન્ને યુવતીઓ બહુ જ ગુસ્સેથી જોરશોરથી બોલતી હતી ત્યાર બાદ પોલીસ ઉપર હુમલો કર્યો હતો જેમાં યુવતીઓએ પોલીસનો બેઝ અને ડ્રેસ ફાડી નાખ્યો હતો. જોકે હાલ પોલીસકર્મીએ પણ બન્ને યુવતીઓ સામે ફરિયાદ નોંધાવવાની તૈયારીઓ દર્શાવી છે.

LEAVE A RESPONSE

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page