Only Gujarat

Gujarat

CMO ઓફિસથી જવાબ આવે તે પહેલાં જ ક્લાર્કે દુનિયા છોડી દીધી

મહીસાગરના જિલ્લાના કડાણા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા એક ક્લાર્ક કર્મચારીએ મુખ્યમંત્રી ઓફીસને પત્ર લખી ઉપલા અધિકારીઓ હેરાન કરતા હોવાના મામલે રજૂઆત કરી ન્યાય માગ્યો હતો. તેમણે 21મી જાન્યુઆરીએ ન્યાય માગ્યો હતો અને ગત 29 જાન્યુઆરીએ તેમનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. જોકે હવે મુખ્યમંત્રી ઓફીસ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે, કે કાર્યવાહી કરવામાં આવે. જોકે હવે તેઓએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે.

મહીસાગરમાં ઉપલા અધિકારીઓ હેરાન કરતા હોવાની રજૂઆત બાદ કડામા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું રહસ્યમય મોત થતા ચકચાર મચી ગઈ હતી. ગત જાન્યુઆરી મહિનામાં 21 જાન્યુઆરીએ મુખ્યમંત્રી કાર્યાલયમાં ન્યાય માટે માગ કરી હતી. 29 જાન્યુઆરીએ અરજદારનું રહસ્યમય મોત થતા સવાલો ઊભા થયા છે. અરજીમાં સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ અને પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્રાંત અધિકારી કારણ વિનાની નોટિસો આપવા સહિત જાતિ વાચક અપશબ્દો બોલતા હોવાનો અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો હતો. તપાસમાં કર્ચમારીના મોત અંગે પણ રહસ્ય ઘેરાતું દેખાયું હતું. મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર સામે પણ આ ક્લાર્ક અલ્પેશ પુનમચંદ માળી (ઉંવ. 42)ના મોતને કારણે સવાલો ઊભા થઈ રહ્યા છે.

અમદાવાદના મૂળ રહેવાસી અલ્પેશભાઈ બાલાસિનોરમાં રહેતા હતા. તેઓ ગત 29 જાન્યુઆરીએ સાંજે પોતાનાના રહેમાંક મકાનમાં અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાની તપાસ પીએસઆઈ સી કે સિસોદિયા જેતે સમયથી ચલાવી રહ્યા છે. જે પછી હવે જ્યારે આ મામલો ચકચારી બન્યો છે ત્યારે હવે આ અંગે ઉંડાણમાં તપાસ થાય તેવી માગ ઉઠી રહી છે.

કડાણા મામલતદાર કચેરીમાં નોકરી કરતા દલિત સમાજના ક્લાર્ક કર્મચારીએ આત્મહત્યા કરી લેતા આ મામલે તપાસ કરવા અને કસૂરવાર વિરુદ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવા મહીસાગર જિલ્લાના દલિત સમાજના વિવિધ સંગઠનો દ્વારા મહીસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ક્લાર્ક દ્વારા ઉપરી અધિકારીઓ અપમાનજનક ભાષામાં વાત કરતા અને માનસીક હેરાનગતી કરતા હોવા અંગે મુખ્યમંત્રી ઓફિસમાં રજૂઆત કરી હતી. જોકે મુખ્યમંત્રી ઓફિસમાંથી કાર્યવાહી કરવાનો જવાબ આવ્યો ત્યાં સુધી તો આ ક્લાર્કે દુનિયા જ છોડી દીધી હતી.

You cannot copy content of this page