Only Gujarat

Gujarat

અમદાવાદના આ બિઝનેસમેને તેના કર્મચારીઓને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી, જાણો કારની કિંમત

વિશ્વમાં મોટી-મોટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે અમદાવાદની એક ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને અચાનક લોટરી લાગી હતી. તે જાણીને જ કર્મચારીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતાં. મહત્વની વાત એ છે કે, આ કંપનીએ પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે.

અમદાવાદની એક ખાનગી કંપનીની અનોખી પહેલ જોવા મળી છે. અમદાવાદની ત્રિધ્યા ટેક નામની આઇટી કંપની દ્વારા તેના 13 કર્મચારીઓને કાર ભેટ આપવામાં આવી છે. કાર ગિફ્ટમાં આપતાં જ કર્મચારીઓ ખુશીના માર્યા ઝુમી ઉઠ્યા હતાં અને બાકીના કર્મચારીઓ પણ ખુશ થઈ ગયા હતાં.

કંપનીના એમ ડી રમેશ મરંડે જણાવ્યું હતું કે, કંપનીને 5 વર્ષ પૂર્ણ થયા છે અને 5 વર્ષમાં જે પણ કમાયા છીએ તે કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. 13 કર્મચારીઓને વર્ષોથી કંપનીના મિશન પ્રત્યેની તેમની સખત મહેનત અને સમર્પણ માટે પ્રશંસાના પ્રતિક તરીકે સન્માનિત કર્યાં છે જેના ભાગરૂપે કર્મચારીઓને કાર ગિફ્ટ કરવામાં આવી રહી છે.

અમે બનાવેલી સંપત્તિ અમારા કર્મચારીઓ સાથે વહેંચવામાં દ્રઢપણે વિશ્વાસ રાખીએ છીએ. તેમણે ઉમેર્યું કે આ માત્ર શરૂઆત છે, કર્મચારીઓ માટે ભવિષ્યમાં આવી વધું પહેલ કરીશું. આવી પહેલથી કર્મચારીઓને કંપની માટે સારી કામગીરી કરવાની અને કંપની સાથે જોડાઈ રહેવાની પ્રેરણા મળશે.

કંપનીમાં કામ કરતા ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આઇટી કંપનીઓમાં કર્મચારીઓ એક બે વર્ષમાં વધુ પગાર મળે તો જોબ બદલી નાખતા હોય છે. ત્યારે આ કંપનીએ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, કંપની માટે સારું કામ કરવાથી અને એક જ કંપની સાથે જોડાઈ રહેવાથી કામની કદર થાય છે. અમારા માટે ખૂબ સારો અનુભવ રહ્યો છે.

મહત્વની વાત એ છે કે, સુરતના ડાયમંડ કિંગ ગણાતા બિઝનેસમેન સવજી ધોળકિયા દ્વારા પણ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટમાં અપાઈ હતી ત્યારે અમદાવાદની આ કંપનીના માલિકે કર્મચારીઓ માટે કાર ગિફ્ટ આપી અનોખી પહેલ કરી છે.

You cannot copy content of this page