Only Gujarat

Religion

અધિકમાસમાં વિવાહ, ગૃહનિર્માણ, ગૃહપ્રવેશ, ઘરેણાની ખરીદી, વાહનની ખરીદી કરવાનું ટાળવું

સામાન્ય રીતે અધિકમાસ અથવા મલમાસમાં શુભ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે અધિક માસ 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધીનો રહેશે. જ્યોતિષાચાર્ય ભૂષણ કૌશલના જણાવ્યાં મુજબ અધિકમાસને ભગવાન વિષ્ણુના નામ પુરૂષોત્તમ માસના નામથી ઓળખાય છે. એટલા માટે આ સમયમાં કેટલા વિશેષ શુભ કરી શકાય છે. તો જાણીએ કે, અધિક માસમાં કયા શુભ કાર્ય કરી શકાય છે

જો આપ કોઇ દુર્ઘટનાથી બચવા માટે મહામૃત્યુજંયના જાપ અથવા હવન કરાવવા ઇચ્છતા હો તો ચોક્કસ કરાવી શકાય છે. અધિકમાસમાં આપ ઘરમાં વિશેષ પૂજા અર્ચન કરાવી શકો છો.

બાળકના જન્મદિવસ પર પૂજા પાઠ કરાવી શકો છો. વર્ષગાઠની ઉજવણી મિત્રો સંબંધી સાથે કરી શકો છો.

લગ્ન બાદ સંતાન પ્રાપ્તિ માટે શ્રીમતની વિધિ પણ કરી શકાય છે. અધિકમાસમાં આપ આ બધા જ કામ સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરાવી શકો છો.

અધિકમાસમાં જે જાતકનો જન્મ થયા છે. તે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. છ ગ્રહ ચલ રહે છે. આ સમયમાં જન્મેલા બાળક કોઇ અવતારથી કમ નથી હોતા. આવા બાળકના જન્મ બાદ મા-બાપનો પણ ભાગ્યોદય થાય છે.

અધિકમાસમાં કોઇ પૂજા કે શુભ કાર્ય કરતા પહેલા ભગવાન વિષ્ણુની પૂજા જરૂર કરાવવી. આ સાથે ઓમ નમો: ભગવતે વાસુદેવાય નમ: ના ચમત્કારી મંત્રના જાપ કરવાનું ન ભૂલો. લક્ષ્મીનારાયણના મંદિરમાં જઇને ભગવાનનો ભોગ લગાવો.

અધિકમાસમાં વિવાહ, ગૃહનિર્માણ, ગૃહપ્રવેશ, ઘરેણાની ખરીદી, વાહનની ખરીદી કરવાનું ટાળવું જોઇએ.

You cannot copy content of this page