Only Gujarat

Bollywood

ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસ રાગિની હજી પણ જેલમાં જ રહેશે, જેલમાં લઈ જતી વખતે લોકોનાં ટોળાં ઉમટ્યાં

બેંગલુરુઃ સેન્ડલવુડ ડ્રગ્સ રેકેટ કેસમાં એક્ટ્રેસ રાગિની દ્વિવેદીની કસ્ટડીને લંબાવવામાં આવી છે. રાગિનીને 28 સપ્ટેમ્બર સુધી જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. એક અહેવાલ અુસાર, રાગિનીને પરપ્પન અગ્રહારા જેલમાં લઈ જવામાં આવી છે. જેલ જતા સમયે એક્ટ્રેસ રાગિની દ્વિવેદીની આંખોમાં અશ્રુ જોવા મળ્યા હતા. તેને જોવા માટે લોકોની ભીડ જામી હતી.

આ અગાઉ એક્ટ્રેસ રાગિની દ્વિવેદીએ મેડિકલ તપાસમાં ચેડા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, યુરિન સેમ્પલમાં એક્ટ્રેસ રાગિનીએ પાણી મિક્સ કરી તેની સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે રાગિનીને બીજીવાર સેમ્પલ આપવા માટે કહેવામા આવ્યું. બીજીવાર સેમ્પલ આપતા સમયે કોઈ ચેડા ના કરવામાં આવે તે અંગે પોલીસે ધ્યાન રાખ્યું હતું. પોલીસે તપાસ માટે રાગિનીના વાળના પણ સેમ્પલ લીધા છે અને તે હૈદરાબાદ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.

સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સની જાણીતી એક્ટ્રેસ રાગિનીની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે રાગિની ઉપરાંત આરટીઓ ક્લર્સ રવિ શંકર, ઈન્ટિરિયર ડિઝાઈનર રાહુલ, પાર્ટી હોસ્ટ વીરેનની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ કોર્ટે એક્ટ્રેસ રાગિનીને 3 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page