Only Gujarat

Religion

શુક્રવાર અને કાલાષ્ટમીનો અદભુત સમન્વય, જાણો કઈ રાશિ ઉપર વરસશે શ્રીભૈરવજીની કૃપા

રાશિફળ: 09-10-2020: આજે શુક્રવાર અને કાલાષ્ટમીનો અદભુત સમન્વય! જાણો કઈ રાશિ ઉપર વરસશે શ્રીભૈરવજી ની કૃપા…

મેષઃ આજના દિવસે ભૈરવજી આપના પર મહેરબાન રહેશે સાથે જ અંગત મુંજવણો દુર થતી જણાય,નવસર્જનના વિચારો આવે, કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય અને આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યની બધી જ જવાબદારી પોતાના ઉપર લેવી અને પ્રગતિ થતી જણાય.
  • પરિવાર: પારિવારિક જીવન સુખમય રીતે પસાર થાય તેમજ અંગત સમસ્યા ઘેરાતી જણાય.
  • નાણાકીય: નાણાકીય રોકાણ સાચવીને કરવુ, આર્થિક મોકળાસ દુર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને મનોવાંછિત પરિણામની પ્રાપ્તિ સંભવ.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ बटुकाय नम:

વૃષભઃ આજે દાંપત્યજીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે અને આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ તથા આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી,અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય.

  • કાર્યક્ષેત્ર: નવા કાર્યનો શુભારંભ સંભવ બને તેમજ વાદ વિવાદ ટાળવો.
  • પરિવાર: ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે, સ્વજન-મિત્રથી મુલાકાતનું આયોજન આનંદમય જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ कालाय नम:

મિથુનઃ આજે કાર્યક્ષેત્રમાં સાથ સહકાર મળી રહે, આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય,વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે, પારિવારિક નિર્ણય વિચારીને કરવો હિતાવહ, સાંજનો સમય યાદગાર બની રહેશે.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ સાથે નવી તક નું નિર્માણ સંભવ બને.
  • પરિવાર: અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, શુભ પ્રસંગ આવવાની શક્યતા.
  • નાણાકીય: મૂડી રોકાણ સાવધાનીથી કરવું હિતાવહ સાથે આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ ज्वलन्नेत्राय नम:

કર્કઃ આજે વડીલના આશીર્વાદ લઇ દિવસની શરૂવાત કરવી, પ્રયત્નો સફળ થતા જણાય, જૂના સંબંધ તાજા થતા જણાય, અંગત પ્રશ્નોનું નિરાકરણ જણાય,સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો જણાય તથા પારિવારિક માધુર્યતા રાખવી.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળિયું પગલું ભરવું નહિ અને કાર્ય-વિચારથી બીજાને પ્રાત્સાહિત કરવામાં સફળ થશો.
  • પરિવાર: પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે, ગૃહસ્થજીવન આનંદમય રહે.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે ઉધાર – ઉછીના ના કરવા.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં ફેરફાર સંભવ.
  • આજનો મંત્ર: ॐ धनवते नम:

સિંહઃ આજે વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, આપનું મૌન આપની અડચણો ની દવા બની રહે, બીજા પ્રત્યે આદરભાવ રાખવો, નકારાત્મક વિચારોથી દૂર રહેવુ, પારિવારિક નિર્ણય વિચારીને કરવો, જુનારોગમાં થી આંશિક રાહત જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં વાયદામાં સાવધ રહેવુ.
  • પરિવાર: ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, જૂના સંબંધો ફરીથી તાજા થાય
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યના બદલાવની અવગણના ન કરવી.
  • આજનો મંત્ર: ॐ भूतपाय नम:

કન્યાઃ આજ ના દિવસે ભૈરવજી મનગમતી તક અપાવે, સામાજિક કાર્યો આગળ વધતા જણાય, સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે,વધારાની આવક ઊભી કરવામાં સફળતા મળે, નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં તમારા કાર્યને સન્માન મળે અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય.
  • નાણાકીય: નવી યોજના પર કાર્ય આગળ વધે, મૂડી રોકાણ સાવધાનીથી કરવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: રચનાત્મક વિચારો આવે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં ફેરફાર જણાય તો નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.
  • આજનો મંત્ર: ॐ खड्गपाणाये नम:

તુલાઃ આજે નવી તકને ઝડપવામાં વિલંબના કરવો સાથે જ વધારાની આવક ઊભી કરવામાં સફળતા મળે અને કાર્યક્ષેત્રમાં જવાબદારી વધતી જણાય, સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે, આધ્યાત્મિક ક્ષેત્રે દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે અને કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનો ઉકેલ આવતો જણાય, સામાજિક ક્ષેત્ર વિકસિત થાય.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, જાવકનું પ્રમાણ વધુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ઋતુગત બીમારીથી સાવધ રહેવું હિતાવહ.
  • સ્વાસ્થ્ય: માનસિક શાંતિ અનુભવાય.
  • આજનો મંત્ર: ॐ कवये नम:

વૃશ્રિકઃ આજે સામાજિક કાર્યો આગળ વધતા જણાય, આપને ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું હિતાવહ, યાત્રા-પ્રવાસમાં સાનુકુળતા જણાય, નાણાકીય પ્રશ્નો હલ થતા જણાય તથા વ્યવહારિક સફળતા મળતી જણાય.

  • કાર્યક્ષેત્ર: આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય, મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય.
  • પરિવાર: પારિવારિક શાંતિ જળવાઈ રહેશે તેમજ જીવનસાથી સાથે આનંદ પૂર્વક સમય પસાર થાય.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, કરજ- વ્યાજ કરવા હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ सिद्धाय नम:

ધનઃ આજે ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે સાથે જ સામાજિક માન સમ્માન વધે, સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય, નકારાત્મક વિચારોથી દુર રહેવું, કૌટુંબિક તણાવનો અંત જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે, કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: સાવધ રહી ને નાણાનો વ્યવહાર કરવો, નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાવધ રહેવુ.
  • આજનો મંત્ર: ॐ रक्तपाय नम:

મકરઃ આજના દિવસે ભૈરવજીની કૃપાથી અળચન દૂર થાય, કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ મળી શકે, યાત્રા-પ્રવાસ ટાળવા તેમજ ઓછું બોલવું અને આપના કાર્યને બોલવા દેવું હિતાવહ, કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યબોજ જણાય સાથે જ કાર્યબોજ જણાય, નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય આંગળ વધે.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: આવકના માર્ગ ખુલે, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સાચવવા યોગ્ય પ્રયાસ જરૂરી.
  • આજનો મંત્ર: ॐ क्षेत्रदाय नम:

કુંભઃ આજે કાર્યક્ષેત્રમાં તમારા કાર્યને સન્માન મળે અને આપની આર્થિક સમસ્યા હલ થતી જણાય, દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે, રચનાત્મક પ્રવૃત્તિમાં વધારો જણાય, પડવા-વાગવા અંગે તકેદારી રાખવી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે જ નવી તક જણાય.
  • પરિવાર: સામાજિક કાર્યોમાં વ્યસ્તતા જણાય, પારિવારિક કલેશ થી દુર રહેવું.
  • નાણાકીય: સ્થાઇ સંપત્તિ વિશે કોઇપણ નિર્ણય વિચારીને કરવો, ખર્ચ નું પ્રમાણ વધતું જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ क्षेत्रज्ञाय नम:

મીનઃ આજે વધુ પડતા સાહસિક ન થવા સલાહ, આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી, ભાઈ-ભાંડુઓ સાથેના વિખવાદથી દૂર રહેવું, આપની આર્થિક સમસ્યા હલ થતી જણાય, વ્યવહારમાં નમ્રતા રાખવી હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહીં તેમજ જવાબદારીમાં વધારો જણાય.
  • પરિવાર: ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.
  • નાણાકીય: આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, મકાન-વાહન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ भूतात्मने नम:
You cannot copy content of this page