Only Gujarat

Religion

આજે વ્યતિપાત યોગ સાથે રોહિણી નક્ષત્રનો સમન્વય, જાણો આપને શું કરાવશે લાભ કે હાનિ?

રાશિફળ: 07-10-2020: આજે વ્યતિપાત યોગ સાથે રોહિણી નક્ષત્રનો સમન્વય! જાણો આપને શું કરાવશે લાભ કે હાનિ? જુઓ આપનું રાશિફળ

મેષઃ આજે બુધવારના દિવસે જમીન મિલકતનાં પ્રશ્નો દૂર થતા જણાય સાથે જ વિચારેલી યોજનાઓને અમલ માં મૂકી શકાશે અને આવકના સ્ત્રોત્ર વધતા જણાય, પારિવારિક નિર્ણય વિચારી ને કરવો, દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ જણાય.

  • કાર્યક્ષેત્ર: મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્ર માં નવો વળાંક આવી શકે તેમજ વિરોધીથી સાવધ રહેવું.
  • પરિવાર: સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય, પારિવારિક મતભેદ ટાળવા.
  • નાણાકીય: સંપત્તિ અંગેના પ્રશ્નો માં સાનુકુળતા જણાય, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે મહેનતની જરૂર જણાય.
  • સ્વાસ્થ્ય: શરીર સ્વસ્થ્ય જળવાય.
  • આજનો મંત્ર: ॐ दृढफलाय नमः

વૃષભઃ આજે સકારાત્મક દ્રષ્ટિકોણ આપને સફળતા આપાવે તથા આવકનું પ્રમાણ વધતું જણાય, નકામી વસ્તુમાં સમય પસાર ન કરવો સાથે જ ગુસ્સા – આવેશ પર સંયમ રાખવો, સામાજિક પ્રશ્નોનું નિરાકરણ જોવા મળે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની યોજનાઓ ને ગુપ્ત રાખવી તેમજ અટકાયેલા કાર્ય પૂર્ણ થતા જણાય.
  • પરિવાર: સામાજિક વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, પારિવારિક કલેશથી દુર રહેવું.
  • નાણાકીય: જૂના રોકાણથી ફાયદો જણાય, નેગેટીવ વિચારોથી દુર રહેવું હિતાવહ છે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર થતા જણાય.
  • આજનો મંત્ર: ॐ अव्ययाय नमः

મિથુનઃ આજે કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે વ્યસ્તતા જણાય તેમજ તેમાં ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ રહે સાથે જ આજે આપને ક્તિગત સંબંધો મધુર ફળ આપશે, પ્રવાસ-પર્યટન ટાળવા સાથે જ કોઈ લાભકારક તક આવતી જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહેનતનું પૂરું ફળ જોવા મળે તથા કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા જળવાઈ રહે.
  • પરિવાર: પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા, હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરવો.
  • નાણાકીય: કરજ- વ્યાજ કરવા નહિ, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં વૃદ્ધિ જણાય.
  • સ્વાસ્થ્ય: જુનારોગમાં થી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ सोमजाय नमः

કર્કઃ આજે આપની આશાઓ ફળતી જણાય સાથે જ આપની પારિવારિક માધુર્યતા જળવાઈ રહે અને અંગત બાબતનો બાબતોનો ઉકેલ આવતો જણાય, આર્થિક પ્રગતિ જણાય, આરોગ્યને સાચવવા યોગ્ય પ્રયાસ જરૂરી રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય તેમજ ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય.
  • પરિવાર: દામ્પત્યજીવનમાં મધુરતા જળવાઈ રહે, મિત્ર તરફથી આર્થિક મદદ પ્રાપ્ત થાય
  • નાણાકીય: શુભ કાર્યમાં ધન ખર્ચ સંભવ, આર્થિક આયોજનો ફળતાં જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ श्रीमते नमः

સિંહઃ આજે આપના અધૂરા રહી ગયેલા કાર્યો પુરા થતા જણાય પરંતુ આજે સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી અને મનોવાંછિત પરિણામની પ્રાપ્તિ સંભવ બને સાથે જ દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય અને હરીફ વર્ગ થી સાવધ રહેવું હિતાવહ.
  • પરિવાર: કૌટુંબિક વાતાવરણ મિશ્ર જણાય, મિત્ર-સ્નેહીથી મેળાપ સંભવ.
  • નાણાકીય: સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં નવા પડાવ સર થાય
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા પ્રશ્નો મુશ્કેલી સર્જી શકે છે.
  • આજનો મંત્ર: ॐ विद्याविचक्षणाय नमः

કન્યાઃ આજે આપના આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે સાથે જ તમારા અશાંતિના વાદળો વિખરતા જણાયસાથે જ યાદ રાખવું કે કારણવગરની ચિંતા ન કરવી, કાયદાકીય બાબતોનો ઉકેલ આવતો જણાય.

  • કાર્યક્ષેત્ર: વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં ગૂંચવાડા દૂર થતા જણાય તથા કળ થી કામ લેવું.
  • પરિવાર: ગૃહજીવન ની પરિસ્થિતિ મધુર જણાય, સ્વજનોથી મિલન સંભવ.
  • નાણાકીય: આવકનાં નવા સ્રોતોનું નિર્માણ સંભવ, આર્થિક નવી તક જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સાચવવું હિતાવહ.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ ऋजवे नमः

તુલાઃ આજે પારિવારિક આનંદ જળવાઈ રહેશે સાથે જ નવું સાહસ વિચારી ને કરવું હિતાવહ, અવિચારી ખર્ચ વધે નહિ તે સાચવવું અને કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે, વિશરાયેલા સંબંધો ફરી થી તાજા થતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રની મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય અને નવીન તક જણાય.
  • પરિવાર: કૌટુંબિક કામકાજમાં સફળતા મળે, પારિવારિક સુખ સારું.
  • નાણાકીય: વધારાની આવક ઊભી કરવામાં સફળતા મળે, આર્થિક ઉતાર ચઢાવ સંભવ બને.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: થોડો સમય ધ્યાન યોગમાં પસાર કરવો.
  • આજનો મંત્ર: ॐ वीर्यवते नमः

વૃશ્રિકઃ આજે બીજા પ્રત્યે આદરભાવ રાખવો સાથે જ જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય તેમજ આર્થિક મોકળાસ દુર થતી જણાય, સામાજિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, પડતર સમસ્યાનો ઉકેલ જણાય, નવીનકાર્યની તક મળી શકે છે.

  • કાર્યક્ષેત્ર: અણધારી તક આવતી જણાય તથા હિતશત્રુઓ પર વિજય મળે.
  • પરિવાર: પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય, ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ માં સાચવવું.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ अनन्ताय नमः

ધનઃ આજે અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે સાથે જ વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ, આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, જમીન-મકાન બાબતોનો ઉકેલ જણાય, બીજા પ્રત્યે આદરભાવ રાખવો.

  • કાર્યક્ષેત્ર: ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી તેમજ કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો.
  • પરિવાર: સામાજિક કાર્ય માં મધુર ફળ ચાખવા મળે તેમજ મોસાળમાં થી સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: જાવક નું પ્રમાણ વધારે જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રગતિકારક તક મળતી જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની તકેદારી રાખવી.
  • આજનો મંત્ર: ॐ बलिने नमः

મકરઃ આજે પ્રવાસ-પર્યટન ટાળવા અને કોઇની વાતથી દુ:ખી ના થવુ, સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય અને પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ન રાખવો તેમજ પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે તેમજ વડીલની મદદ ઉપયોગી નીવડે.
  • નાણાકીય: મકાન-વાહન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ प्रसन्नवदनाय नमः

કુંભઃ આજે વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે સાથે જ પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે, ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે, કળથી કામ લેવુ.
  • પરિવાર: પારિવારિક નિર્ણયોમાં વિચારીને આગળ વધવું તેમજ વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ હિતાવહ, મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ सत्यवते नमः

મીનઃ આજે આવશ્યક ના હોય ત્યાં હસ્તક્ષેપ ટાળવો અને આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય, સર્જનાત્મક શક્તિઓ માં વધારો થતો જણાય, કોઈ નવા નિર્ણયો લઈ શકાય, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: સાનુકૂળતા જણાય અને યોગ્ય આયોજનથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: દિવસભર કૌટુંબિક સુખ સારું જણાય, પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રની મોકળાસમાં થી બહાર આવાનો માર્ગ જણાય, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સંવાદિતતા જણાય.
  • સ્વાસ્થ્ય: માનસિક શાંતિ જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ सदादराय नमः
You cannot copy content of this page