Only Gujarat

Religion

આજે સિંહ રાશિને અશાંતિના વાદળો વિખરતા જણાશે, વાંચો તમામ રાશિનું ફળ

રાશિફળ: 16-10-2020: આજે  અધિક અમાસ : જુઓ આપનું રાશિફળ અને કયા મંત્રથી થશે ધાર્યા કામ પુરા…

મેષઃ આજે અમાસના દિવસે આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે સાથે જ અમુક વાતોમાં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય સાથે જ યાત્રા – પ્રવાસ ટાળવા હિતાવહ, સામાજિક સ્થિતિ સારી તેમજ કાર્યક્ષેત્ર વિસ્તૃત થતું જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આત્મા રેડી દઈને કાર્ય કરશો, કળથી કામ લેવુ.
  • પરિવાર: સામાજિક કાર્યોમાં મધુર ફળ ચાખવા મળે સાથે પારિવારિક સહયોગ સારો મળશે.
  • નાણાકીય: જુના આર્થિક પ્રશ્નોનુ સકારાત્મક પરિણામ જણાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ भूतभव्यभवत्प्रभवे नमः

 વૃષભઃ આજે અંગત પ્રશ્નોનું સમાધાન જણાય સાથે જ પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ, સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય, યાત્રા – પ્રવાસ ટાળવા હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કાર્યમાં પાછી પાની કરવી નહિ, ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી.
  • પરિવાર: પારિવારિક નિર્ણય વિચારી ને કરવો, સામાજિક કાર્યમાં મધુર ફળ ચાખવા મળે.
  • નાણાકીય: આર્થિક આયોજનનો પાર પડતા જણાય તથા આર્થિક ક્ષેત્રમાં લાભ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ विराड्रूपाय नमः

મિથુનઃ આજે તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે સાથે જ ઉતાવળિયા નિર્ણયથી મૂડીરોકાણ કરવુ નહીં તેમજ મનમાં ધારેલુ કામ પાર પડતું જણાય, આનંદ-પ્રમોદમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ન રાખવો તેમજ પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર:  વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય, પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે.
  • નાણાકીય: આવકનું પ્રમાણ  જોવા મળે તથા જમીન-મકાન અંગેના કાર્યો માં પ્રગતિ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાવધ રહેવું હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ दामोदराय नमः 

કર્કઃ આજે નમ્ર વ્યવહાર રાખવો સાથે જ સામાજિકકાર્યોમાં સાનુકુળતા જણાય, આર્થિક આયોજનો મધુર ફળ આપતા જણાય, કાર્યક્ષેત્રમાં ઉતાવળયો નિર્ણય લેવો નહિ, મોસાળ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો તથા હિતશત્રુઓ પર વિજય મળે.
  • પરિવાર: જીવનસાથી સાથે મતભેદ ટાળવા, સ્નેહીજનોથી મુલાકાત સંભવ.
  • નાણાકીય: રોકાણ કરતાં પહેલાં તેનો પૂર્વ અભ્યાસ જરૂરી, આર્થિક સહાય મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ शान्तात्मने नमः 

સિંહઃ આજે અશાંતિના વાદળો વિખરતા જણાય અને જમીન-મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, યોગ્ય આયોજન અને સાહસથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો, નવા સંબંધો રચાય, જૂના પ્રશ્નનો ઉકેલ જોવા મળે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રની મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય અને પોતાનો હક માંગવામાં સંકોચ ના કરવો.
  • પરિવાર: સામાજિક માન સમ્માન વધે તેમજ સામાજિક સમસ્યા દૂર થતી જણાય.
  • નાણાકીય: કોઈ સામાજિક પ્રશ્નનું નિરાકરણ સંભવ બને, સામાજિક કાર્યમાં દિવસ પસાર થતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: સામાન્ય શારીરિક થાક અનુભવાય.
  • આજનો મંત્ર: ॐ बुद्धावताराय नमः

કન્યાઃ આજે કૌટુંબિક સહકાર સારો મળી રહે અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, યાત્રા – પ્રવાસ ટાળવા હિતાવહ, કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ,  સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય.

  • કાર્યક્ષેત્ર: અણધારી તક આવતી જણાય તથા હિતશત્રુઓ પર વિજય મળે.
  • પરિવાર: સામાજિક જવાબદારીમાં વધારો જણાય, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા.
  • નાણાકીય: આપના વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, અણધાર્યો ખર્ચ થવાની સંભાવના.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: થોડો સમય ધ્યાનયોગમાં પસાર કરવો જરૂરી.
  • આજનો મંત્ર: घनश्यामाय नमः

તુલાઃ આજે સામાજિક પ્રશ્નોને આપની કુશળતાથી દુર કરશો સાથે જ કાર્યક્ષેત્રમાં નાણાકીય સફળતા જણાય, વિચારોને સકારાત્મક રાખવા, કર્જ વ્યાજની ચિંતા દૂર થતી જણાય, મુસાફરી ટાળવી હિતાવહ, આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી તેમજ કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો.
  • પરિવાર: પારિવારિક શાંતિ જળવાઈ રહેશે,  સામાજિક જવાબદારીમાં વધારો જણાય.
  • નાણાકીય: આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ स्वभुवे नमः

વૃશ્રિકઃ  આજે આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય સાથે જ નવસર્જનના વિચારો આવે, સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો જણાય તથા પારિવારિક માધુર્યતા જળવાઈ રહે, રચનાત્મક પ્રવૃત્તિમાં વધારો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો અને કાર્યક્ષેત્રમાં ઉતાર- ચઢાવ સંભવ.
  • પરિવાર: દાંપત્ય જીવનનાં સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે, કૌટુંબિક જરૂરિયાતોની અવગણનાન કરવી.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, જાવકનું પ્રમાણ વધારે જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોને સામાન્ય મૂંઝવણ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર જણાય.
  • આજનો મંત્ર: ॐ सतां प्रभवे नमः 

ધનઃ આજે નવી તકને ઝડપવામાં વિલંબના કરવો સાથે જ માંગલિક પગરણ મંડાય, નાણાકીય પ્રશ્નો હલ થતા જણાય તથા વ્યવહારિક સફળતા મળતી જણાય, વાદ વિવાદથી દૂર રહેવુ હિતાવહ, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ન રાખવો તેમજ પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: સામાજિક પ્રસંગ આગળ વધે, ઘરના સભ્યોમાં અબોલા હોય તેમની સાથે રાગ થવાની સંભાવના.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, જાવકનું પ્રમાણ વધારે જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નવા પડાવ સર થાય. 
  • સ્વાસ્થ્ય: માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.
  • આજનો મંત્ર:  ॐ बादरायणाय नमः 

મકરઃ આજે નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ સાથે સકારાત્મક દ્રષ્ટિકોણ સફળતા આપાવે તેમજ પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ, મુસાફરી ટાળવી હિતાવહ, આર્થિક રોકાણમાં પૂર્વ આયોજન કરીને આગળ વધવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે, કળથી કામ લેવુ.
  • પરિવાર: માંગલિક પ્રસંગોનું આયોજન સ્નેહીજનો ની મદદથી સંભવ બને.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, કરજ- વ્યાજ કરવા હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ भगवते नमः

કુંભઃ આજે મકાન-મિલકત અંગેના પ્રશ્નોનું નિરાકણ જણાય, મધ્યાહન બાદ કોઈ સમાચાર આપને બેચેન કરી શકે છે, વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી, સામાજિક કાર્ય આગળ વધતા જણાય.

  • કાર્યક્ષેત્ર: નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવી, કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું.
  • પરિવાર:  વારસાગત પ્રશ્નોનું મધુર પરિણામ જણાય, ઘરમાં સુખ શાંતિ જોવા મળે.
  • નાણાકીય: આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, ભૌતિક વસ્તુઓ પાછળ ખર્ચ નું પ્રમાણ વધતું જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને મનોવાંછિત પરિણામ ની પ્રાપ્તિ સંભવ.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની પાછળ વધારે ખર્ચ થતો જણાય.
  • આજનો મંત્ર: ॐ त्रिधाम्ने नमः

મીનઃ આજે એકાએક કોઈ અસહ્ય પરિસ્થિતિ આવી પડે, કાર્યક્ષેત્રમાં નવી તકનું નિર્માણ સંભવ તેમજ ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ, જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેશો, પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય રહેશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની સંભાવના તેમજ તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • પરિવાર: સામાજિક કાર્યોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત સંભવ.
  • નાણાકીય: સાવધ રહી ને નાણાનો વ્યવહાર કરવો, નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર:    अनिरुद्धाय नमः
You cannot copy content of this page