Only Gujarat

Religion

આજે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોની મનોકામનાઓ પૂરી થશે, બીજી રાશિવાળાએ આ બાબતનું ધ્યાન રાખવું

રાશિફળ: 22-09-2020 : આજે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોની થશે મનોકામનાઓ પુરી જયારે બીજી રાશિ ના જાતકો એ આ બાબતોનું ધ્યાન રાખવું…

મેષઃ આજે કોઈ નવી સમસ્યાનો ઉદ્દભવ થઈ શકે છે, ગૃહ જીવનમાં સમજણથી કાર્ય કરવું, નાના યાત્રા-પ્રવાસની સંભાવના, નકારાત્મક લાગણીઓને વૈચારિક ધારામાં લાવવી હિતાવહ નથી, દિવસ ધીરજતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે નવી તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
  • નાણાકીય: જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેશો
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: દિવસભર સામાન્ય થાકની અનુભૂતિ થાય.
  • આજનો મંત્ર: ॐ महावीराय नमः

વૃષભઃ આજે જૂના પડતર પ્રશ્નોનાં ઉકેલ જોવા મળે, નકારાત્મક વિચારોથી દુર રહેવું, જમીનને લગતી સમસ્યાનો હલ જણાય, કળાજગત સાથે સંકળાયેલા વ્યક્તિને વિશેષ લાભ જણાય, આપના ગુસ્સા – આવેશ પર સંયમ રાખવો.

  • કાર્યક્ષેત્ર: પ્લાનિંગ કરેલા કાર્ય અધૂરા રહી જતા જણાય, કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે.
  • પરિવાર: આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય, પારિવારિક સમય યાદગાર બની રહે.
  • નાણાકીય: જોખમ લેવામાં સંકોચ કરવો નહીં, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા કોઈપણ લખાણની અવગણના ના કરવી.
  • આજનો મંત્ર: ॐ महाशूराय नमः

મિથુનઃ નવા કાર્યનો શુભારંભ સંભવ બને, કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય, ઉતાવળિયું પગલું ભરવું નહિ, આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, પોતાના રોજિંદા કાર્યોથી કંઈક અલગ કરવાનું મન થાય, દિવસભર સ્ફુર્તિનું પ્રમાણ સારું જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે પડતર પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જણાય, અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતી સમસ્યા બેચેન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ महाभद्राय नमः

કર્કઃ કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું, આવક ના સ્ત્રોત્ર વધતા જણાય, કૌટુંબિક આનંદનું વાતાવરણ જળવાઈ રહે, પ્રવાસ–પર્યટન ટાળવા, સાંજના સમયમાં મહત્વના કાર્યોમાં સાનુકુળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય, લુપ્ત થયેલા સંબંધો તાજા થાય.
  • નાણાકીય: આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ अपर्वणाय नमः

સિંહઃ ઊજળું એટલું દૂધ નહિ સમજી નિર્ણય લેવો હિતાવહ, પ્રવાસ-પર્યટન ટાળવા, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ હિતાવહ, પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે, સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન કે ઉતાર-ચઢાવ સંભવ, ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું.
  • પરિવાર: વિશરાયેલા સંબંધો ફરી થી તાજા થતા જણાય, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા.
  • નાણાકીય: આવકનાં સ્રોતમાં વધારો જોવા મળે, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ क्रूराय नमः

કન્યાઃ તમારી વાક્પટુતાથી ધાર્યું કાર્ય પાર પડી શકશો, મનમાં ઘડેલી યોજનાઓ ને અમલમાં મૂકી શકાશે, સત્કાર્ય માં દિવસ પસાર થતો જણાય તેમજ જૂની ચિંતાઓ દૂર થતી જોવા મળે, દિવસ આનંદમય રીતે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ કરવો નહીં, નવી યોજના પર કાર્ય આગળ વધે.
  • પરિવાર: કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય.
  • નાણાકીય: નાણાકીય મોકળાસ દુર થતી જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નરમ-ગરમ જણાય.
  • સ્વાસ્થ્ય: જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય.
  • આજનો મંત્ર: ॐ सुखप्रदाय नमः

તુલાઃ આજે અશાંતિના વાદળો વિખરતા જણાય, સામાજિક કાર્યોમાં સાનુકુળ તક જણાય, જોયતું પરિણામ મેળવવા વધારે મહેનત કરવી પડે, મકાન-મિલકત અંગેના પ્રશ્નોનું નિરાકણ જણાય, નવી તકનું નિર્માણ સંભવ.

  • કાર્યક્ષેત્ર: ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું.
  • પરિવાર: સામાજિક જવાબદારીમાં વધારો જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: ખર્ચ ઓછા થાય તેવા પ્રયત્નો કરવા, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી ને સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ वरदाय नमः

વૃશ્રિકઃ આર્થિક પ્રશ્નોમાં ખાતર પર દીવેલ જેવી પરિસ્થિતિ જણાય, મિત્ર સુખ ઉત્તમ જણાય, મનમાં ઘડેલી યોજનાઓ ને અમલમાં મૂકી શકાશે, પડતર કાર્યમાં પ્રગતિ જણાય, વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી.

  • કાર્યક્ષેત્ર: યોગ્ય આયોજન અને વ્યવસ્થાથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનો ઉકેલ આવતો જણાય
  • નાણાકીય: કોઈ આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સાચવવા યોગ્ય પ્રયાસ જરૂરી.
  • આજનો મંત્ર: ॐ विरूपाक्षाय नमः।

ધનઃ આજે બીજાને કરેલી સહાય તમારા માટે લાભદાયક રહેશે, રોકાયેલા પૈસા પાછા મળી શકે, અશાંતિના વાદળો વિખરતા જણાય, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય, મુસાફરી ટાળવી હિતાવહ, મનોરંજનમાં દિવસ પસાર થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે, અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય તેમજ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ विभावसवे नमः।

મકરઃ લગ્ન-વિવાહની વાત આગળ વધે, ઇષ્ટદેવની આરાધના વિશેષ ફળદાયી જણાય, યાત્રા-પ્રવાસ જરૂર હોય તોજ કરવો, આજે દિવસભર સ્ફુર્તિનું પ્રમાણ સારું જણાય તેમજ આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવુ હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા જળવાઈ રહેશે, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો.
  • પરિવાર: પારિવારિક શાંતિ જળવાઈ રહેશે તેમજ જીવનસાથી સાથે આનંદ પૂર્વક સમય પસાર થાય.
  • નાણાકીય: આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, નાણાવ્યય વધતો જણાય, વારસાગત સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ विचक्षणाय नमः

કુંભઃ વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં પોઝેટીવ પરિણામ જણાય, પારિવારિક સમસ્યાનો ઉકેલ આવતો જણાય, આર્થિક રોકાણમાં વિચારીને પગલુ ભરવુ, સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો જણાય તથા પારિવારિક માધુર્યતા રાખવી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો તેમજ નવી તકનું સર્જન સંભવ, કાર્યક્ષેત્રમાં નવો વળાંક જણાય.
  • પરિવાર: પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રની મોકળાસમાંથી બહાર આવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ધાર્યું કાર્ય આગળ વધે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સાચવવા યોગ્ય પ્રયાસ જરૂરી.
  • આજનો મંત્ર: ॐ वीतभयाय नमः

મીનઃ આજે વૈવાહિક જીવનનાં પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જણાય, મનનાં મનોરથો ફળતા જણાય, કારણ વગરની ચિંતા ન કરવી, સાંજ સુધી માં કોઈ સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ, યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે, નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય આંગળ વધે.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ જણાય, આર્થિક સમસ્યા વધુ ધેરાતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાવધ રહેવુ.
  • આજનો મંત્ર: ॐ कमनीयाय नमः
You cannot copy content of this page